ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામેથી નાના પાદર જેટ પાર્ક માંથી પાંચ મોટરબાઈકો ની ઉઠાંતરી થઇ જતા ચકચાર ફેલાઈ જવા પામી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે નાના પાદર પાદરીયા તરફ જવાના રસ્તા પર આવેલા જેટ પાર્કમાંથી ચાર મોટરબાઈકો રાત્રીના સમયે ઉઠાવગીરોએ ચોરીના ઇરાદે ઉઠાવી જતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. સદર મોટરબાઈકો જાવિદ બચ્ચા, મોલવી નાસિર ભડ, સોયેબ કોઢિયા, ઉસ્માન કડુંજી ની માલિકીની હતી. આ ઉઠાંતરી કરેલ બાઇકોમાંથી ઉસ્માન કડુંજી ની મોટરબાઈક ને પાદરીયાના રસ્તા પર છોડી બાકીની તમામ બાઈકો લઈને હરામખોરો ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ મોટરબાઈક માલિકો એ હાથ ધરી છે.