1 2 3 7

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરાત્રીના કુલ ચાર મોટરબાઇકોની ઉઠાંતરી થવા પામી હતી પરંતુ પેટ્રોલના અભાવે અથવા કોઈ કારણોસર ૨ બાઈક ને ગામથી થોડે દૂર છોડી અન્ય બીજી બે નવી નક્કોર મોટરબાઈકો ની ઉઠાંતરી કરી ચોરો પલાયન થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પારખેત રોડ તરફ આવેલ અલીફ પાર્ક સોસાયટીમાં રહેતા તજ્મ્મુલ બિહારીની બે નવી નકોર મોટરબાઈક તથા બીજા તેમની નજીકના સ્થળોએથી અન્ય બે બાઈકો ની ઉઠાંતરી ગતરોજ રાત્રીના ચોરો દ્વારા કરવામાં આવી હતી જેમાંથી બે બાઈકો ને ગામની નજીકમાં ચોરોએ છોડી દઈ તજ્મ્મુલ બિહારીની બે બાઈકો લઈને ચોરો પલાયન થઇ જતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

1 2 3 7