ટંકારીઆ ગામે આજે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આન બાન અને શાન થી કરવામાં આવી હતી. સૌથી પહેલા ગ્રામ પંચાયત ભવનમાં સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં સરપંચ સહીત તલાટી ક્રમ મંત્રી નરેન્દ્રભાઈ તથા પંચાયતના સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગામની વિવિધ શાળાઓ તથા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ટંકારીઆ ગામની મુખ્ય કન્યાશાળા ના પટાંગણમાં સરકારશ્રી ના આદેશ અનુસાર “દીકરીની સલામી દેશને નામ” અંતર્ગત ડો. કૌશર સિદ્દીક પટેલ ના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. ગગન ભેદી દેશભક્તિ ના નારાઓ સાથે તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામોમાં સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ઉસ્માન લાલન સહીત ગ્રામજનો અને ગામના મહાનુભાવોએ હાજરી આપી હતી.