ચોમાસુ લગભગ વિદાય લઇ રહ્યું છે અને આહલાદક ઠંડી ની સીઝન એટલેકે શિયાળો ચુપકે ચુપકે બિલ્લીપગે દસ્તક દઈ રહ્યો છે. મસ્ત મઝાની આ ઋતુ નો આરંભ લગભગ થઇ ગયો છે. સવારે મળસ્કાના પહોરમાં ઠંડી વર્તાઈ રહી છે. પરંતુ મધ્યાહન માં તો ગરમીનો અહેસાસ થાય છે. તાજાંતાજાં શાકભાજી, ફળો આરોગવાની સીઝન આવી રહી છે. દિવસના શરૂઆતનું વાતાવરણ એકદમ સમશિતોષ્ણ થઇ ગયું છે. ચાલુ ચોમાસામાં આ વખતે અતિશય વરસાદ પડવાને કારણે આપણા અનુભવી વડીલોનું કહેવું છે કે આ વખતનો શિયાળો પણ થોડો કડક રહેશે. વિદેશમાં વસતા આપણા હમવતની પરિવારો માદરે વતન આવવાની તૈયારીઓમાં લાગી ગયા હશે. ખેડૂતો પણ લાંબા સમયના આરામ બાદ ખેતરોના કામોમાં જોતરાઈ ગયા છે. હવે ધીમે ધીમે શાદીઓની સીઝન પણ શરુ થઇ જશે.


ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના જાહેર રસ્તાઓ જેવાકે ટંકારીઆ થી સીતપોણ ગામ તરફ જતો રસ્તો વિગેરે રસ્તાઓના ચોમાસા દરમ્યાન પડીગયેલા ખાડાઓનું રીપેરીંગ કામ ચાલુ કરી આપવામાં આવતા રોજિંદા ભરૂચ તરફ અવરજવર કરતા વાહનચાલકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
હવે ચોમાસા બાદ એકદમ બાવા આદમ વખત જેવો થઇ ગયેલો હિંગલ્લા થી પાલેજ સુધીનો વાયા પારખેત વારો રસ્તો પી.ડબ્લ્યુ. ડી. ડીપાર્ટમેન્ટ ક્યારે રીપેર કરાવશે? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સદર રસ્તા પર આવતા ગામોના લોકો પણ આ રસ્તાના સમારકામ તરફ તંત્ર સામે મીટ માંડીને બેઠા છે.

Tankaris is always in the hearts of Tankarvis. Love for our land and well-being of its citizens is always there, no matter where and how long we stay away from the motherland. One of the great example is our NRI brother Abdul Bhai Chheliya of Leicester, UK. In order to prevent diseases and improve conditions of Tankarvis, Abdulbhai lent helping hand to bring in heavy equipments and supplies to clean piles of waste in and around the village. He also ensured that the entire village is sprayed with medicated powder to kill germs. We, on behalf of all My tankaria visitors thank Abdulbhai for his noble work. May Allah SWT reward you with best of both worlds.

આથી ટંકારીયાગામ ના તમામ લોકો ને જણાવતા આનંદ.
થાય છે કે આપણા ગામના સખીદાતા અને હાલમાં..U.K.
લેસ્ટરમાં રહેતા હાજી.અબ્દુલભાઇ છેલ્યા તરફથી ગામમાં
હાલ માં ગંદકી ને લઈ ને રોગચારો તથા બીમારીઓ ફેલાય
ના એવા શુભ હેતુથી તથા ગામની લાગણી રાખી ને તમામ ઉકરડાઓ ની JCB મારફતે સાફસફાઈ કરાવી ને ડી.ડી.ટી.
પાવડર નો છંટકાવ પોતાના ખર્ચે કરાવવા માં આવ્યો છે.
અબ્દુલભાઇ એ જે કામ કર્યું છે તે ખુબજ સન્માનજનક
પોતાના સારા વિચારોથી કરવામાં આવેલું એક નેક કામ છે.
ટંકારીયાગામ ના તમામ રહેવાસીઓ ગામના સરપંચ શ્રી..
ડે.સરપંચ શ્રી.તથા ગામ પંચાયત ના તમામ સભ્યો અને..
જી.પંચાયત સભ્યશ્રી.તથા તા.પંચાયત સભ્યશ્રી.તરફથી
અબ્દુલભાઇ નો આભાર વ્યક્ત કરવામાં આવે છે.આવા
નેક કામનો બદલો અલ્લાહપાક જરૂર આપશે.(આમીન..)
(…આ કામ યુસુફ ઢીલ્યા મારફતે કરાવવામાં આવ્યું છે.

સોશ્યિલ મીડિયા માં મુસ્લિમ યુવતીઓ વિરુદ્ધ અભદ્ર તેમજ ભડકાઉ ભાષા નો ઉપયોગ કરી પોતાની કોમવાદી માનસિકતા છતી કરનાર ભરૂચ ના વકીલ પ્રકાશ મોદી વિરુદ્ધ મુસ્લિમ સમાજ માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે આજ રોજ પાલેજ પોલીસ મથક માં મુસ્લિમ સમાજ દ્વારા ફરિયાદ આપવાના આવી હતી.
વહાટ્સએપ ગ્રુપ માં મુસ્લિમ યુવતીઓ ને બદનામ કરવાના હેતુસર તેમજ તેમની સલામતી ને ખતરામાં મૂકી આપે એવી પોસ્ટ કરી હિન્દૂ યુવાનોને ભડકાવવાનું કામ કરનાર ભરૂચ શાંતિ સમિતિ ના સભ્ય જેઓ પોતાની હલકી માનસિકતા થી સમગ્ર ગુજરાતભર ના હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ માં અશાંતિ ફેલાવવાનું કાર્ય કર્યું હોવાથી મુસ્લિમ સમાજ માં ભારોભાર આક્રોશ વ્યાપી જવા પામ્યો છે, મુસ્લિમ યુવાનોને ઐયાશ ગણાવી મુસ્લિમ સમાજ ની યુવતીઓ ને અન્ય સમાજ ના યુવાનો સાથે અગ્નિની ની સાક્ષીએ લગન કરવી હિન્દૂ બનાવવાની પોસ્ટ ને લઈ રાજ્યભર ના મુસ્લિમો માં આક્રોશ જન્મતા જેના જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ભરૂચ ના વકીલ પ્રકાશ મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી મુસ્લિમ સમાજ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે.
જંબુસર,વાગરા,નબીપુર બાદ સોમવાર ના રોજ પાલેજ પોલીસ મથક ખાતે પંથક ના મુસ્લિમ યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવી હલકી માનસિકતા ધરાવનાર વકીલ પ્રકાશ મોદી વિરુદ્ધ તેમજ સોશ્યિલ મીડિયા ઉપર ગ્રુપ બનાવી સમાજ માં ઝેર ફેલાવનારા તત્વો વિરુદ્ધ આઈ.ટી એકટ હેઠળ અટકાયતી પગલાં ભરવા રજુઆત કરવામાં આવી હતી જેમાં પાલેજ ગામના અબ્દુલ કય્યુમ માસ્ટર, ઇમરાન કાપડિયા, ટંકારીયા ના અબ્બાસ અહમદ મુનશી, અબ્દુલ ભાઈ કામઠી કરજણ ના પઠાણ અનવર ખાન અકબર ખાન તેમજ ખત્રી ઇલ્યાશ ઇશપજી ભરૂચ ના ઈમ્તિયાઝ પટેલ ઉપરાંત હુઝેફા પટેલ,ફહીમ શેખ ઉપસ્થિત રહી પાલેજ પોલીસને લેખિત માં પોતાની ફરિયાદ આપી આવા કોમવાદી તત્વો ઉપર કાબુ મેળવવા તેમજ શિક્ષાત્મક પગલાં ભરવા પાલેજ પી.આઈ જે.જે પટેલ ને રજુઆત કરી હતી.