પવિત્ર રમઝાન માસ ની પુર્ણાહુતી એટલે કે ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી ટંકારીઆ તથા પંથકમાં ધામધૂમથી કરવામાં આવી હતી.
રમઝાન માસ માં મુસ્લિમ સમુદાય રોઝા, ઝકાત, ખૈરાત તેમજ અલ્લાહ ને રાજી કરવા માટે ઈબાદતો માં મશગુલ થઇ જાય છે અને ચાલુ વર્ષે ધોમધખતા તાપ અને ગરમીમાં પણ અડગ રીતે મુસ્લિમ સમુદાયે રોઝા રાખી અલ્લાહ ને રાજી કરવાના પ્રયત્નો કર્યા હતા અને રમઝાન માસ ની પુર્ણાહુતી એટલેકે ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી મુસ્લિમ બિરાદરો એ વિશિષ્ટ નમાજ ની અદાયગી સાથે કરી હતી.
આમ તો આ ઈદ ને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. વહેલી સવારે મુસ્લિમ બિરાદરો મીઠી સેવિયાં નો ઉપહાર કરીને ઈદગાહ માં વિશિષ્ટ નમાજ ની અદાયગી માટે ભેગા થઇ ગયા હતા અને વિશાળ સંખ્યામાં ઈદ ની નમાજ ઈદગાહમાં અદા કરી હતી. અને ત્યાર બાદ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે સમસ્ત વિશ્વમાં તથા આપણા પ્યારા દેશમાં શાંતિ, ભાઈચારો તથા અમન અને ખુશહાલી ની દુઆઓ ગુજારી હતી. અને ત્યાર બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઈદ ની મુબારક્બાદીઓ આપી હતી. તમામના ચહેરાઓ પર ઈદ ની ખુશીઓ છલકાઈ ગઈ હતી. આ પ્રસંગે સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન તથા જિલ્લા પંચાયત ના સદસ્ય મકબુલ અભલી તથા તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહમાંમાં ટેલર તથા ગુજરાત ટુડે ના તંત્રી અને ટંકારીઆપુત્ર જનાબ અઝીઝભાઈ ટંકારવી સાહેબ તમામને ઈદ ની મુબારકબાદ આપતા નજરે પડ્યા હતા. આમ ટંકારીઆ માં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી ભારે હર્ષોલ્લા સાથે ઉજવવામાં આવી હતી.