ટંકારિયામાં બપોરના સમયે ૪૨ ડિગ્રી સુધીની ગરમી નો પારો પહચી જતા બજાર માં સ્વયંભૂ કર્ફ્યુ જેવો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે ગરમીએ મઝા મૂકી છે. સવારથીજ જાણે ૩૩ ડિગ્રી સેલ્સિયસ ગરમી ચાલુ થઇ જાય છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના સમયે તો બજારોમાં પબ્લિક જ દેખાતી નથી અને જાણે સ્વયંભૂ કર્ફ્યુ લાગ્યો હોય તેવી પરિસ્થિતિ થઇ જાય છે. અને પાદર માં પણ એકદમ સુમસામ ભાસી રહ્યું છે. લોકો પણ સવારમાં પોતાનું કામ આટોપી ઘરે પરત થઇ જાય છે. અને રાહદારીઓ અને મુસાફરો બરફનો ગોળો ખાઈને તથા ઠંડા પીણાં પીને ઠંડક મેળવે છે. ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તો ભરઉનાળે ગરમીનો કેવો પ્રકોપ હશે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

આજે ટંકારીઆ ગામના એક અદના સેવક હાજી સુલેમાનભાઇ ભુતાવાલા અલ્લાહની રહેમતમાં પહોચી ગયા છે.ગામ માટે કદી ન પુરાય એવી ખોટ ઉભી કરી ગયા.. 
મર્હૂમ સામાજીક અને રાજકીય ક્ષેત્રમાં સમગ્ર પંથકમાં ખૂબ જ આગવું અને ઉચ્ચ સ્થાન અને મોભો ધરાવતા હતાં. તેઓએ પોતાની કોઠાસૂઝ અને દૂરંદેશીનો સતત સદ ઉપયોગ કરી ટંકારીઆનું અને ભરૂચનું નામ દુનિયામાં રોશન કરેલ છે.તેઓએ સદા ગામની ભલાઇ અને એકતા માટે પ્રયત્નો કર્યા છે, બલિદાન આપ્યું છે.તેઓએ પોતાનું સમગ્ર જીવન સમાજસેવાને અર્પણ કર્યું હતું. તેઓ ટંકારીઆ ગામના સૌથી નાની ઉંમરે સરપંચ બનવાનું બહુમાન પણ ધરાવતા હતા. 
અલ્લાહ આવા નેકદિલ અને નિખાલસ સમાજસેવકની નેકીઓને કબુલ કરે, તેઓના તમામ ગુનાહોને માફ કરે અને જન્નતુલ ફીરદૌશમાં આલાથી આલા મકામ અતા કરે એવી દિલી દુઆ..