ટંકારિયામાં આગઝરતી ગરમીમાં બપોરના સમયે બજારોમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ

ટંકારિયામાં બપોરના સમયે ૪૨ ડિગ્રી સુધીની ગરમી નો પારો પહચી જતા બજાર માં સ્વયંભૂ કર્ફ્યુ જેવો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે ગરમીએ મઝા મૂકી છે. સવારથીજ જાણે ૩૩ ડિગ્રી સેલ્સિયસ ગરમી ચાલુ થઇ જાય છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના સમયે તો બજારોમાં પબ્લિક જ દેખાતી નથી અને જાણે સ્વયંભૂ કર્ફ્યુ લાગ્યો હોય તેવી પરિસ્થિતિ થઇ જાય છે. અને પાદર માં પણ એકદમ સુમસામ ભાસી રહ્યું છે. લોકો પણ સવારમાં પોતાનું કામ આટોપી ઘરે પરત થઇ જાય છે. અને રાહદારીઓ અને મુસાફરો બરફનો ગોળો ખાઈને તથા ઠંડા પીણાં પીને ઠંડક મેળવે છે. ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તો ભરઉનાળે ગરમીનો કેવો પ્રકોપ હશે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*