ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ પાસે ભરૂચ જવાના રસ્તા પાર ઇકો અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આશીયાબાનુ મોહસીન કબીર નું ઘટના સ્થળે મોટ નીપજ્યું હતું. ઇનના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. અલ્લાહ મર્હૂમા ને જન્નત માં આલા દરજાત અતા કરે. આમીન 
બનાવ ની વિગત એ છે કે ટંકારીઆ ગામના માજી સરપંચ ઇકબાલભાઇ કબીર ના પુત્ર મોહસીન ઑટોરિક્ષા નંબર જી જે ૧૬ વાય ૨૯૧૩ લઈને તેમની ફેમિલી સાથે ભરૂચ તરફ આશરે સાંજે આશરે સવા સાત વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા. તેઓ ટંકારીઆ પાસે નદીમ ગંગલ ના ફાર્મ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન ભરૂચ તરફથી આવતી ઇકો ગાડી સાથે અકસ્માત સર્જાતા મોહસીન ના ૬ વર્ષના પુત્રી નામે આશીયાબાનુ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તથા મોહસીન ના માતા નામે યાસ્મિનબેન ને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી જેમને ભરૂચ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ની જાણ થતા ગામલોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. તથા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલેજ પોલોસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જનાબ યાકુબભાઇ કડવા ને ઓચિંતો ગતરોજ વહેલી સવારે શરીરના ડાબા પડખે લકવાનો હુમલો થયો છે અને હાલમાં તેઓ ભરૂચ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તો આ માધ્યમ થકી અમો સૌ દર્શકોને યાકુબભાઇ કડવાના સ્વાસ્થ્ય માટે દુઆ ગુજારવા અપીલ કરીએ છીએ. અલ્લાહ સુબ્હાન વ તઆલા તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં યાકુબભાઇ ને તંદુરસ્તી સાથે શિફા અતા ફરમાવે. આમીન…………….