1 2 3 12

ટંકારીઆ ગામની શાળા માં બહારગામોમાંથી અભ્યાસાર્થે આવતા છાત્રો ને પડતી તકલીફો દૂર થાય એ માટે આજે ટંકારીઆ ના યુવાનો દ્વારા એસ..ટી. બસ ના ડિવિઝનલ કોન્ટ્રોલર વધુ એક બસ ની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજુબાજુ ના ગામો જેવાકે પારખેત, પરીએજ, હિંગલા, પગુથણ જેવા ગામો માંથી અભ્યાસ અર્થે આવતા છાત્રો ને એસ.ટી. બસ દ્વારા ફક્ત બે જ બસો દોડાવતી હોવાથી ઠાંસી ઠાંસી ને ભરાઈ ને આવવું પડતું હતું અને જેને લીધે છાત્રો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે સંદર્ભે ટંકારીઆ ના યુવાનો દ્વારા આજે ડેપો મેનેજર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને છાત્રો ને પડતી હાલાકી દૂર કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ડેપો મેનેજરે વધુ એક બસ ની ફાળવણી કરતા હર્ષ ની લાગણી વ્યાપી જવા પામી હતી. આવેદન પત્ર પાઠવવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ ના મહામંત્રી આરીફ બાપુજી, તથા શકીલ અકુજી, અબ્દુલ્લાહ કામથી, અફઝલ ઘોડીવાળા સહીત અનેક સામાજિક કાર્યકરો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

One of our Tankarvi daughter Zaiba D/O Sirajuddin Adam khandhia has completed her M.B.B.S. Degree at Russia. Many Many congratulations to daughter Zaiba. She is hoping for further M.D. degree. Insha Allah. 

ટંકારીઆ ગામનું ગૌરવ
આપણા ગામના ડો. સિરાજ આદમ ખાંધિયા ની પુત્રી નામે ઝૈબાએ એમ. બી.બી. એસ. ની ડિગ્રી રશિયા ખાતે સંપન્ન કરી છે. જે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ. ઝૈબા વધુ અભ્યાસ માટે એમ. ડી. બનવાની ઈચ્છા ધરાવે છે.

ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ શરીફ જનાર હાજી ભાઈ બહેનો જણાવવાનું કે તારીખ ૧/૭/૧૮ ના રવિવારના રોજ સવારે ૯ કલાક થી દારુલ ઉલુમ અશરફીયા મુસ્તુફાઈઁય્યા ના સંકુલમાં હજ નો પ્રેક્ટિકલ માર્ગદર્શન તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો છે. તો આ તાલીમ કેમ્પમાં હજ્જે બૈતુલ્લા જનાર ભાઈ બહેનોને હાજરી આપવા દારુલ ઉલુમ ટ્રસ્ટ ભાવભીનું આમંત્રણ પાઠવે છે. તાલીમ કેમ્પ ના સમાપન બાદ તમામ હુજજાજ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અાજે ભરૂચ તાલુકાના હિંગલ્લા, પરીએજ, પારખેત તથા ત્રાલસા કૉઠી ગામોમાં વહેલી સવારે પોલીસ કાફલા સાથે GUVNL ની  50 ગાડીઓના રસાલા સાથે ત્રાટકી હતી. જેમાં અલગ અલગ ત્રણ ટિમો બનાવી એક સાથે જુદા જુદા ગામોમાં વહેંચાઈ જઈ લોકો ઊંઘ માંથી જાગે તે પહેલા ત્રાટકી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના હિંગલ્લા, પરીએજ,પારખેત તેમજ ત્રાલસા કૉઠી વગેરે ગામોમાં પોલીસના કાફલા સાથે ત્રાટકેલી વીજ વિજીલન્સની ટીમોએ ઉપરોક્ત ગામોમાં કડક ચેકિંગ હાથ ધરતા કુલ 65 મીટરોમાં ગેરરીતી જણાઇ અાવી હતી. ગેરરીતી જણાઇ અાવતા અંદાજિત  30 લાખ જેટલી વીજચોરી ઝડપાઇ હતી. ઉપરોક્ત  ચારે ગામોમાં વીજ ચેકિંગ વેળા કોઇ અનિચ્છનીય ઘટના ન સર્જાય એ માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. જેમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં અાવી હતી. GUVNL ની ટીમોએ મોટુ ઓપરેશન હાથ ધરી મોટાપાયે વીજચોરી ઝડપી પાડી હતી. 

1 2 3 12