રવિવારે ટંકારીઆ માં ફાઇનલ યોજાશે
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત વિન્ટર નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ નું આયોજન રવિવારે ૨૫/૨/૧૮ ના રોજ ટંકારીઆ ગામના ખરી ના મેદાન પર કરવામાં આવ્યું છે. આ ફાઇનલ મેચ ના ઇનામ વિતરણ સમારંભમાં ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને સાંસદ અહમદભાઈ પટેલ તથા નામાંકિત ક્રિકેટર ઈરફાન પઠાણ તથા જિલ્લા કલેક્ટર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. તો આ ફાઇનલ મેચ નિહાળવા તમામ ક્રિકેટ પ્રેમીઓને સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ ભાવભીનું આમંત્રણ આપે છે.

ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની સેમી ફાઇનલ આજે ખરી ના ગ્રાઉન્ડ પર ટંકારીઆ કે.જી.એન. અને જંબુસર વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ દાવમાં ટંકારીઆ કે.જી.એન ના ૧૯૯ રન નિર્ધારિત ૩૦ ઓવર માં થયા હતા. જેના જવાબમાં જંબુસર ની ટીમે ૯ વિકેટે ૨૦૦ રન છેલ્લી ઓવર ના છેલ્લા બોલે ફટકારતા જંબુસરની ટિમ નો વિજય થયો હતો.
આમ જંબુસર ની ટીમ ફાઇનલ માં પ્રવેશી ચુકી છે. અત્રે કે ખુશ ખબર આપતા આનંદ થાય છે કે આવતા રવિવારે તારીખ ૨૫/૨/૨૦૧૮ ના રોજ ફાઇનલ મેચ રમાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે અહમદભાઈ પટેલ, ઈરફાન પઠાણ તથા જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહેશે.