ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ પંચાયત ની સરપંચ પદ માટે ની ચૂંટણી આગામી ૪ ફેબ્રુઆરી ના રોજ યોજાશે. જે એકદમ રસાકસી બની રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભરૂચ તાલુકાના સૌથી મોટી વસ્તી ધરાવતા ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી માં ગામના પાંચ યુવાનો એ ઉમેદવારી નોંધાવી છે. જેમાં આરીફ પટેલ, ઇકબાલ ભરૃચી, ઈકબાલ કબીર, ઝાકીર ઉમતા અને મુસ્તુફા ખોડા ઉમેદવાર તરીકે છે. તદુપરાંત કુલ ૧૪ વોર્ડ ની સંખ્યા ધરાવતી પંચાયત ની વોર્ડ ના સભ્યો ની ચૂંટણીમાં ફક્ત ૪ વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે બાકીના વોર્ડ ના ૧૦ વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે.
ગામના મતદારો ને આકર્ષવા દરેક સરપંચ ના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અભિયાન આરંભી દીધું છે. શિક્ષિત ગામ હોવાને લઈને એકદમ સુમેળભર્યા માહોલમાં પ્રચાર ચાલી થઇ ગયો છે. આ રસાકસી ભરી સરપંચની ચૂંટણીમાં સરપંચ પદ નો તાજ કોણ પહેરશે તે તારીખ ૬ ફેબ્રુઆરી ના રોજ જાહેર થશે.

આગામી ગામ પંચાયત ના સરપંચ ના ઉમેદવારો નું લિસ્ટ
૧. આરીફમોહમ્મદ ગુલામમોહમ્મદ પટેલ
૨. ઈકબાલ અલી કબીર
૩. ઈકબાલ આદમ ભરૃચી
૪. ઝાકીરહુશૈન ઇસ્માઇલ ઉમતા
૫. મુસ્તુફા ઇસ્માઇલ ખોડા

જે વોર્ડ માં સભ્યોની ચૂંટણી થવાની છે તેનું લિસ્ટ

વોર્ડ નંબર ૨
૧. ઝુબેદાબેન ઉમરજી ચવડા
૨. રિઝવાના મુબારક ધોરીવાલા

વોર્ડ નંબર ૧૨
૧. અલ્તાફ યુસુફ રોબર
૨. ગુલામ મુસા હીરા
૩. જાવિદ વલી ગેન
૪. સિરાજ વલીભાઈ બોખા

વોર્ડ નંબર ૧૩
૧. સલીમ અલી ઉમતા
૨. હશન ઇબ્રાહિમ વાડીવાલા

વોર્ડ નંબર ૧૪
૧. ઈકબાલ મુસા ભૂતાવાળા
૨. મુસ્તાકઅહમદ સુલેમાન દૌલા

જે વોર્ડ માં સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેનું લિસ્ટ.

વોર્ડ નંબર ૧ : મુમતાઝબેન ઉસ્માન લાલન
વોર્ડ નંબર 3 : ઝાહેદાબેન મુબારકભાઈ સાપા
વોર્ડ નંબર ૪ : સલમાબેન ઈરફાન મેલા
વોર્ડ નંબર ૫ : ફરીદાબેન યાકુબ હાજી ભુતા
વોર્ડ નંબર ૬ : રુકૈયાબેન ઈકબાલ સોદાગર
વોર્ડ નંબર ૭ : યુસુફભાઇ દાઉદ બોડા
વોર્ડ નંબર ૮ : ડાહ્યા પરસોત્તમ રોહિત
વોર્ડ નંબર ૯ : અસ્લમ ઇસ્માઇલ ઘોડીવાળા
વોર્ડ નંબર ૧૦ : સેજલબેન ગણેશ વસાવા
વોર્ડ નંબર ૧૧ : વિનુભાઈ વસંત વસાવા

 

Bibiben Gulam Patel [Mother of Aneesh Patel] passed away………Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will be held at 12.30pm [US Time] at MCC, Chicago. Burial cemetery information : Arlington Cemetery, Elmhurst. May ALLAH [SWT] grant her a place in Jannat ul firdaush. Ameen.