1 2 3 8

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના મદરેસા એ મુસ્તુફાઈય્યાહ માં આજરોજ નાત શરીફ ની કોમ્પિટશન યોજવામાં આવી હતી.
દીની શિક્ષણ આપતા મદરેસા એ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ માં દીની તાલીમ લેતા બાળકો ની સુસુપ્ત અવસ્થા ઉજાગર થાય અને બાળકો ની હિમ્મત વધે એ આશયથી આજરોજ મદ્રસા ના પટાંગણમાં નાત શરીફ પઢવાની હરીફાઈ યોજવામાં આવી હતી. આ હરીફાઈમાં મદ્રસ્સા ના આશરે ૫૧ તુલ્બાઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તુલ્બાઓ ને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. આ કોમ્પિટશન તુલ્બાઓના માતાપિતા ની હાજરીમાં યોજવામાં આવી હતી.
આ રચનાત્મક કાર્યક્રમ નું સમગ્ર સંચાલન હાંફીઝો કારી ઇમરાનસાહબ કોવારીવાલાએ કર્યું હતું.

આગામી ફેબ્રુઆરી માં ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી માં અત્યારથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ૧૪ વોર્ડ સાથે સરપંચ બનવા થનગની રહેલા ઉમેદવારો એ અત્યારથીજ બેઠકોનો દૌર શરુ કરી દીધો છે.
આગામી ફેબ્રુઆરી માં સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણી એટલેકે ગ્રામ પંચાયત ના સરપંચ ની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભરૂચ તાલુકાની સૌથી મોટી ટંકારીઆ ગામ પંચાયત ની થનાર ચૂંટણી ને લઈને અત્યારથી જ માહોલ ગરમાયો છે. ટંકારીઆ પંચાયત ની ચૂંટણીને આડે એક માસ બાકી છે ત્યારે સરપંચ ની ખુરશી મેળવવા માટે ૮ થી ૧૦ મુળતીયાઓ સજીધજી રહ્યા છે. સરપંચ પદ હાંસલ કરવાનો હોંશલો ધરાવતા ઉમેદવારો રાત્રીના સમયે બેઠકોનો દૌર કરતા નજર આવી રહ્યા છે. જે એંધાણ આપે છે કે આવનાર ગામ પંચાયત ની ચૂંટણી ભારે રસાકસી વાળી બની રહેશે.

ભરૂચ તાલુકાનું ટંકારીઆ ગામ ની મોટાપાદર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ અને જિલ્લાના તમામ ક્રિકેટ રસિકોનું માનીતું ગ્રાઉન્ડ પર આજરોજ નવનિર્મિત સ્ટેડિયમ નો ઉદ્ઘાટન સમારંભ વિશાળ એન.આર.આઈ. મહેમાનો તથા ક્રિકેટ રસિકો વચ્ચે યોજવામાં આવ્યો હતો.
ક્રિકેટ રસિકોને મેચ જોવાની સવલત પડે તે ઉદ્દેશથી બાંધવામાં આવેલ આ સ્ટેડિયમ શેડ ના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આ સ્ટેડિયમ બાંધી આપનાર મૂળ ટંકારીઆ ના પુત્ર અને સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયેલા જનાબ હાજી આદમભાઇ લાલી ના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદેશ થી પધારેલા જનાબ લાલી સાહેબ, જનાબ જનગારીયા મુન્શી સાહબ, ઇકબાલભાઇ ધોરીવાળા, અયુબભાઇ મીયાંજી, ફિરોજ નગીઆ, યાકુબભાઇ ભૂટા, હબીબ ભૂટા, અનીશ દૌલા તથા ગામ પરગામ થી પધારેલા ક્રિકેટ રસિકો એ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે સઇદ બાપુજી, આરીફ બાપુજી, સાજીદ લાલન, શોકત બશેરી, અય્યુબ દાદાભાઈ તથા સ્પોર્ટ્સ ક્લબ ના તમામ સંચાલકો એ સુંદર વ્યવસ્થા કરી હતી.
સમગ્ર સમારંભનું આયોજન ટંકારિયાપુત્ર અને સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.

1 2 3 8