1 2 3 8

૨૦૦૨ ની સાલ માં બકરી ઈદ ના દિવસે આપણા ગામમાં જે દુર્ઘટના ઘટી હતી અને જે કેસ થયા હતા તે કેસ ના તમામે તમામ આરોપીઓને આજરોજ સેશન કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે. જે એક ખુશીના સમાચાર છે.

ટંકારીઆ કસ્બા તથા આજુબાજુ ના પંથક માં જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણી ની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ઈદે મિલાદુન્નબી ના પર્વ ને અનુલક્ષીને ઠેર ઠેર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.

ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પૈગમ્બર સાહેબ ના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે મસ્જિદો તથા અકીદતમંદોએ પોતાના ઘરો ને રોશની થી શણગારવામાં આવેલ છે. આગામી બીજી ડિસેમ્બર ના રોજ ઈદે મિલાદુન્નબી પર્વ નિમિતે જુલુસ સૈયદ અહેમદ અલી  પાટણવાળા બાવા સાહબ ના ઘરેથી સવારે ૭ વાગ્યે કાઢવામાં આવશે જે જામા મસ્જિદ ખાતે સંપન્ન થઇ જશે. અને જામા મસ્જિદ માં પૈગમ્બર સાહેબના બાલ મુબારક ની જિયારત કરાવવામાં આવશે.

1 2 3 8