1 31 32 33 34 35 875

ટંકારીઆ નિવાસી ઐયુબભાઈ ઉર્ફે દાદાભાઈ અચાનક આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા.ભરૂચ ક્રિકેટ,ખાસ કરીને ટંકારીઆ ક્રિકેટના ક્ષેત્રમાં કદી ન પૂરી શકાય એવી ખોટ ઊભી કરી ગયા.
ટંકારીઆ પહેલેથી જ ક્રિકેટ માટે જાણીતું.પરંતુ એક સમયગાળો એવો આવ્યો કે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનો બંધ થયા.ટંકારીઆમાં ક્રિકેટને પુનર્જીવિત કરવાના નિસ્વાર્થ હેતુસર મર્હુમ અબ્દુલ્લાહભાઈ સાલેહ અને મર્હુમ ઐયુબભાઈ ઉર્ફે દાદાભાઈ ભરૂચ સ્થિત મિન્હાજ હાર્ડવેરમાં મળવા આવતા.અને તેઓની ધગસ,ઉત્સાહ અને ક્રિકેટ પ્રત્યેની રુચિને ધ્યાને લઈ ટંકારીઆમાં ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા માટે શક્ય એટલો સહકાર આપવાનું વચન આપ્યું.જે થકી ટંકારીઆ સાથેનો અમારો નાતો આજ સુધી બરકરાર છે.તેઓના કારણે જ ટંકારીઆ અમારું બીજું ઘર થયું એવું કહીએ તો સહેજ પણ ખોટું નથી.તેઓના કારણે ટંકારીઆ સાથે બંધાયેલો દિલનો નાતો આજીવન અકબંધ રહેશે ઇન્શાઅલ્લાહ.
જ્યારે ટંકારીઆમાં અમારી મેચ હોય ત્યારે તેઓ અમારી અને અમારા ખેલાડીઓની ખુબ જ સાર સંભાર રાખતા.જમવાનું આયોજન તેઓના તરફથી જ હોય.અમારા સંબંધ ઘર જેવા થઈ ગયા.
દાદાભાઇનું આમ અચાનક જવું અકલ્પનીય અને આઘાતજનક છે. અમને ઘરનું એક જવાબદાર સભ્ય ગુમાવ્યું હોય એટલું દુઃખ છે.અબ્દુલભાઈ પછી દાદાભાઇના આ રીતે જવાથી ટંકારીઆના ક્રિકેપ્રેમીઓ માટે કદી ન પુરાય એવી ખોટ ઊભી થઈ છે.ટંકારીઆનું ક્રિકેટ જગત આજે સાચા અર્થમાં અનાથ થઈ ગયું એવું કહીએ તો ખોટું નથી.
દાદાભાઈ વિશે જેટલું લખીએ એટલું ઓછું છે.અંતમાં એટલું જ કે અમે અમારો સાચો શુભચિંતક અને ટંકારીઆ ગામનો અદનો પરંતુ આલા માણસ ગુમાવ્યો છે.
અલ્લાહ તેઓની મગફિરત ફરમાવે.જન્નતમાં આલા થી આલા મુકામ અતા ફરમાવે.તેઓના સગીરા કબીરા ગુનાહોને માફ ફરમાવે એવી દિલી દુઆ છે.

Tankaria resident Aiyubhai AKA Dadabhai suddenly bid farewell to this mortal world. Bharuch left an irreparable loss in the field of cricket, especially Tankaria cricket.

Tankaria was already known for cricket. But there came a period when the cricket tournament was stopped. Late Abdullahbhai Saleh and late Aiyubhai aka Dadabhai  used to meet at Minhaj Hardware in Bharuch for the selfless purpose of reviving cricket in Tankaria. He promised to give all possible cooperation to organize a cricket tournament in Tankaria. Through which our relationship with Tankaria is intact till date. It is because of him that Tankaria has become our second home.

When we have a match in Tankaria, he takes good care of us and our players. Meals are arranged by him. Our relationship became like home.

Dadabhai’s sudden departure is unimaginable and shocking. We are so sad to have lost a responsible member of the family. Dadabhai’s departure after Abdulbhai in this way has caused a loss to the cricket lovers of Tankaria. It is not wrong to say that the cricket world of Tankaria is truly orphaned today.

There is less to write about Dadabhai. In the end, we have lost our true well-wisher and an honorable man of Tankaria village.

      May Allah forgive him. May Allah grant him a place in Paradise. May Allah forgivehim for their small and big sins.

Condolence Message from :

Mubarakbhai Derolwala

Minhajbhai Derolwala

& All members of Minaz Hardware – Bharuch.

1 31 32 33 34 35 875