1 30 31 32 33 34 876

ગ્રામીણ ક્રિકેટ ક્ષેત્રે વર્ષોથી જોડાયેલા અને ટંકારીઆ ગામમાં સફળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર સદાય હસમુખો ચહેરો ધરાવનાર અય્યુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન નો ઇન્તેકાલ હાલમાં હૃદયરોગના હુમલાથી થયો હતો. અલ્લાહ મર્હુમની બાલબાલ મગફિરત ફરમાવે.
આ મર્હુમની યાદમાં તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પી તેમના સવાબ અર્થે એક ચેરિટી મેચનું [અંદર-૨૩ ટી-૨૦] આયોજન બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના લોન આચ્છાદિત મેદાનમાં  બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના માલિક સઇદ બારીવાલાના માર્ગદર્શન હેઠળ તથા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલક આરીફ બાપુજીના સીધા સંચાલનમાં તારીખ ૨૫/૧૨/૨૦૨૩ ને સોમવારે કરવામાં આવ્યું છે. આ એક ચેરિટી મેચ છે. અને આ મેચ થકી ચેરિટીમાં મળતી તમામ રકમ મર્હુમ અય્યુબ દાદાભાઈના સવાબ અર્થે ભરૂચ સ્થિત વર્લ્ડવાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટર ભરૂચ ને અર્પણ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, મર્હુમ અય્યુબ દાદાભાઈ ૧૬ સિપારા ના હાફેઝ હતા. 

આ  બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટરનું મુખ્ય કાર્ય
૧. બ્લાઇન્ડ અને ડિસેબલ લોકોને બેલલિપિ શીખવાડે છે.
૨. બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ હુન્નરની તાલીમ આપે છે.
૩. કોમ્પ્યુટરની તાલીમ તથા સ્માર્ટફોનને ઉપયોગ કરવાનું શીખવાડે છે.
૪. આત્મનિર્ભર બનવા માટે પૂઠ્ઠાના બોક્ષ. બોડી મસાજ, પગલૂછણિયાં બનાવવાની તાલીમ આપે છે.
૫. બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ શારીરિક શસક્ત બને તે હેતુથી વિદ્યાર્થીઓની એક ક્રિકેટ ટીમ બનાવી, જેને આગળ જતા રાજ્યની તથા દેશની બ્લાઈન્ટ ટીમમાં સ્થાન મળે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે.
૬. આ બ્લાઇન્ડ સેન્ટરમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. તેમજ ચા-નાસ્તો અને એક ટંકનું ભોજન પણ આપવામાં આવે છે.
૭. આ સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ પણ બનાવી છે જેમાં બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ રહે છે.
૮. કેટલાક વિદ્યાર્થીઓને તેમના ઘરેથી સંસ્થાના વાહનમાં લાવવા તથા પરત લઇ જવાની વ્યવસ્થા પણ કરે છે.
બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટર સંસ્થાનો આગામી પ્રોજેક્ટ
બ્લાઇન્ડ સેન્ટર માટે આગવો પ્લોટ અથવા જમીન ખરીદી બ્લાઇન્ડ સેન્ટર માટે બિલ્ડીંગ બનાવી તેમાં બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, શાળા-કોલેજ, રમત-ગમતનું મેદાન હોય. તથા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે આત્મનિર્ભર થવા માટે આઈ.ટી.આઈ.નું નિર્માણ કરવું….. આ સંસ્થા ઝકાત, લીલ્લાહ, સદકો તેમજ વ્યાજના પૈસા પણ સ્વીકારે છે.
તો આ થકી અમો આપને અપીલ કરીએ છીએ કે, આ ભગીરથ કાર્યમાં વધુમાં વધુ હિસ્સો લઇ આપ આપની ઝકાત, લીલ્લાહ, સદકો તેમજ વ્યાજના પૈસા નીચે જણાવેલ મહાનુભાવોને પહોંચાડી શકો છો.
૧. ઇંગ્લેન્ડ ખાતે સઇદ બારીવાલા જેમનો સંપર્ક નંબર છે : 0૭૮૭૭ ૬૧૦૦૪૩.
૨. ઇંગ્લેન્ડ ખાતે અફઝલ ઘોડીવાલા જેમનો સંપર્ક નંબર છે : ૦૭૭૬૭૯ ૭૪૪૮૭.
૩. ઇન્ડિયા ખાતે : આરીફ બાપુજી જેમનો સંપર્ક નંબર છે : +૯૧ ૯૯૦૪૧ ૬૭૨૫૮. [ફોન-પે]
૪. ઇન્ડિયા ખાતે : હારુન ઘોડીવાલા જેમનો સંપર્ક નંબર છે : +૯૧ ૯૭૩૭૧ ૮૩૩૯૮.

 

જ્યારે ગામમાં કોઈ ભાઈ-બહેન નો ઇન્તેકાલ થાય છે ત્યારે લોકો મર્હુમના ધરે તાજીયત માટે બેસવા જાય છે ત્યારે ત્યાં બેસીને જાણે- અજાણે દુન્યવી વાતો તરફ ધ્યાન જવાની સંભાવના રહે છે. મર્હુમની તાજીયત માટે એકઠા થયેલા લોકો ગમગીનીના આવા ખાસ પ્રસંગોમાં જ્યારે હાજરી આપે ત્યારે વિર્દો વઝાઇફમાં એ સમય પસાર કરે અને મર્હુમને ઇસાલે સવાબ પહોંચાડી મગફીરતની દુઆ કરે એવા નેક મકસદને ઘ્યાનમાં રાખી નાના પાઉચ માં પ્લાસ્ટીકના ચીચ્યા ભરેલા છે. તાજીયત માટે આવનાર દરેક ભાઈ આ પાઉચ લઇને જ પોતાની જગ્યા પર બેસે અને આ પ્લાસ્ટીકના ચીચ્યા પર વિર્દ – વઝાઈફ – દુરૂદ શરીફ પઢે અને ઇન્તેકાલ થયેલ મર્હુમ કે મર્હુમા માટે ઈસાલે સવાબ કરે જેનાથી મર્હુમોની રુહો ખુશ થાય અને એમની મગફીરત નો એક જરીયો બને એ હેતુથી આ એક અહમ પહેલ શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. દર શુક્રવારે અસરની નમાજ પછી અને ખાસ મુબારક દિવસોમાં ગામની મસ્જીદોમાં યોજાતી મહેફીલોમાં શીરકત કરનાર લોકો ભેગા મળીને આવા પ્લાસ્ટીક ના ચિચ્યાનો ઉપયોગ કરી અગણિત દુરૂદો અને વઝાઇફ વર્ષોથી પઢતા આવ્યા છે,  બસ તે મુજબ તાજિયતના સમયે પણ લોકો આવા નેક કામો તરફ વળે એ માટેની આ પહેલ છે.

જે ભાઈ બહેનને આ ચીચ્યાની પેટી અને પાઉચની જરૂર પડે તે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીયા બ્રાન્ચ ( મદની શીફાખાના ) પર થી મેળવી શકે છે.

નોંધ. ત્રણ દિવસ સુધી મર્હુમની તાજીયત માટે બેસવાનુ હોય છે માટે ત્રણ દિવસ પુરા થાય કે તરત ખાસ તાકીદ રાખી બીજાઓની ફીકર રાખી જાતે પોતે આ પેટી શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ પર પરત જમા કરાવી આપે એવી નમ્ર ગુજારીશ છે.

( આ એક નિશુલ્ક સેવા છે. )

સ્થળ: શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શીફાખાના દવાખાના, બેન્ક ઓફ બરોડા પાસે,
ટંકારીઆ.

1 30 31 32 33 34 876