1 14 15 16 17 18 875

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામજનો ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે આજરોજ વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ હતું. વહેલી સવારથીજ સઘન વીજ ચેકીંગ હાથ ધરાતા ગામમાંથી આશરે ૩૪ કનેક્શનો પકડાયા હતા એટલેકે અંદાજિત ૨૭ લાખની વીજ ચોરી પકડાતા ગામમાં સોપો પડી ગયો છે. આ પકડાયેલા વિસ્તારોમાં ખાસ કરીને બોંબે પાર્ક તથા અલીફ પાર્કમાં વીજ કનેક્શનો વધારે પ્રમાણમાં ઝડપાયાના અહેવાલ સાંપડ્યા છે.

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાનાની શુભેચ્છા મુલાકાત આજરોજ અમેરિકા સ્થિત રૂક્ષાનાબેન ગુલામ પટેલ, યાસ્મિનબેન અનવર ખાંધિયા અને અનવરભાઈ અહમદ દાદાભાઈ ખાંધિયાએ લીધી હતી. રૂક્ષાનાબેન સાથે બશીર યાકુબભાઈ મુકરદમ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ખાસ હાજર રહ્યા હતા. મદની શિફાખાનાના ટ્રસ્ટીગણ, કાર્યરત ડોક્ટરો અને સ્ટાફ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોએ ટ્રસ્ટીગણ અને સ્ટાફ સાથે હોસ્પિટલના દરેક વિભાગની મુલાકાત લીધી ત્યારે ટ્રસ્ટીગણ દ્વારા દવાખાનાની વિવિઘ સેવાઓની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. રૂક્ષાનાબેન ગુલામ પટેલ તથા તેમના કુટુંબીજનો દ્વારા ભૂતકાળમાં એક માતબર લિલ્લાહ રકમનું જે દાન કરવામાં આવ્યું હતું એના થકી ખરીદાયેલા અદ્યતન મેડિકલ ઉપકરણો જોઈને રૂક્ષાનાબેને સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આજરોજ તેમણે આ સંસ્થાને વધુ એક માતબર લિલ્લાહ રકમ આપવાની જાહેરાત કરી હતી જેને ટ્રસ્ટીઓએ આભાર સાથે વધાવી લીધી હતી. રૂક્ષાનાબેન ગુલામ પટેલ તથા તેમના કુટુંબીજનો દ્વારા આ સંસ્થાને અવારનવાર જે લિલ્લાહ રકમ દાન કરવામાં આવે છે એનો આ સંસ્થાને મજબૂત કરવામાં પાયાનો અને ખૂબ મહત્વનો ફાળો છે એમ જણાવી ટ્રસ્ટી મંડળે ગુલામ પટેલ ફેમિલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અનવરભાઈ અને યાસ્મિનબેન ખાંધિયાએ આ સંસ્થાની કાર્યવાહીની ખાસ નોંધ લઈ સંસ્થાની પ્રશંસા કરી હતી. કેનેડા નિવાસી ઐયુબભાઈ મિયાંજી જેઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમના લીધે હાજરી આપી શકયા ન હતા તેમણે પણ એક માતબર રકમ સંસ્થામાં આપવાની જાણકારી આપી હતી. અંતમાં મુલાકાતી મહેમાનોએ સંસ્થાની પ્રગતિ માટે ખાસ દુઆઓ ગુજારી હતી.

અસ્સલામુ અલયકુમ.
મર્હુમ હાજી બશીર મહંમદ બચારવાલાની જનાજાની નમાજ આવતીકાલે (ગુરુવારે) સવારે ફજરની નમાજ પછી સાઉદી અરેબિયાના જિદ્દાહ શહેરના બાબ મક્કા વિસ્તારમાં આવેલ મલેક અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થશે. દફનવિધિ જિદ્દાહ શહેરના બાબ મકકા વિસ્તારમાં આવેલ મકબરા અસદ કબ્રસ્તાનમાં થશે.

1 14 15 16 17 18 875