1 21 22 23 24 25 524

ટંકારીઆ ગામના ભવ્ય ઇતિહાસ પર નજર કરીએ તો આજે ખરેખર છાતી ઠોકીને ગર્વ સાથે કહી શકાય કે આ ગામના લોકોએ કરેલા અદ્ભુત કારનામાઓની નોંધ દેશ-વિદેશમાં સતત લેવાતી રહી છે. ટંકારીઆ ગામનું કોઈ પણ નાનું કે મોટું કામ આજ સુધી અધૂરું રહ્યું નથી—આપણા ઇતિહાસમાં એવું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. અંજુમન હોસ્પિટલ જેવું મહત્વનું તબીબી કાર્ય હોય, ગુસ્લ વાન જેવી ખિદમત હોય કે ભવિષ્યમાં થનારા તમામ ખૈર અને ભલાઈના પ્રયાસો—આ બધું આપણી એકતા, ભાઈચારા અને ફક્ત અલ્લાહ તઆલા પરના આપણા અટલ વિશ્વાસનું જીવંત પ્રમાણ છે.

અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં ફરમાવે છે, જેનો ભાવાર્થ છે:

જે લોકો અલ્લાહની રાહમાં પોતાના માલમાંથી ખર્ચ કરે છે, તેમનું ઉદાહરણ એવું છે જાણે કે એક દાણો છે જેનાથી સાત કળીઓ ઉગે છે, દરેક કળીમાં સો દાણા છે. અને અલ્લાહ જેને ઇચ્છે તેને વધારે આપે છે. અલ્લાહ વિશાળ કૃપાશીલ અને સર્વજ્ઞ છે. (સૂરહ અલ-બકરહ: ૨:૨૬૧)

અને બીજી જગ્યાએ ફરમાવે છે જેનો ભાવાર્થ છે:તમે ક્યારેય ભલાઈ (બિર્ર) સુધી પહોંચી શકશો નહીં જ્યાં સુધી તમે તેમાંથી ખર્ચ ન કરો જે તમને પ્રિય છે. અને જે કંઈ તમે ખર્ચો છો, અલ્લાહ તેને સારી રીતે જાણે છે. (સૂરહ આલે ઇમરાન: ૩:૯૨)

આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર લોકોના ભલા માટે જ નથી, પરંતુ અલ્લાહની રઝા અને તેની પ્રસન્નતા મેળવવા માટે છે. અલ્લાહ તઆલા આપણા દિલોની નિય્યતોથી સંપૂર્ણ વાકેફ છે. જે રબ માત્ર કુન (થઈ જા) કહેવાથી આખી કાયનાતને અસ્તિત્વમાં લાવી શકે છે, તેના ખજાનામાં ક્યારેય કોઈ કમી કે અછત નથી. અલ્લાહ તઆલાએ ટંકારીઆ ગામના લોકોને અને આખી દુનિયાના લોકોને ધન-દોલતથી નવાજ્યા છે, અને ઘણા દિલોમાં સખાવત, ઉદારતા અને ખિદમતની તૌફીક પણ અતા કરી છે, ત્યારે આવા એક નહીં પણ અનેક કામો આસાનીથી થઇ જશે.

રસૂલુલ્લાહ ફરમાવે છે જેનો ભાવાર્થ છે :  “સદકા (ખૈરાત)થી માલ ઓછો થતો નથી. (સહીહ મુસ્લિમ)

અને બીજી એક મુબારક હદીસમાં ઇર્શાદ ફરમાવે છે જેનો ભાવાર્થ છે:લોકોમાં સૌથી શ્રેષ્ઠ તે છે જે લોકો માટે સૌથી વધુ ફાયદાકારક હોય. (અલ-મુજમ અલ-ઔસત)

આથી આજે આપણી સૌની સૌથી મોટી જવાબદારી છે કે મારા, તમારા અને આપણા બધાના હિસ્સાની ફરજને પૂરી ઈમાનદારી, નિષ્ઠા અને ખુલૂસથી અદા કરીએ. એકબીજાનો હાથ પકડીને, સહકાર અને ભાઈચારાની મજબૂત ભાવનાથી આગળ વધીએ. ફક્ત અલ્લાહ તઆલા પર પૂર્ણ ભરોસો રાખીને, ગામના દરેક સારા કામમાં સક્રિય ભાગીદાર બનીએ. આવો, સબે બરાત આવી રહી છે ત્યારે ખાસ દુઆ કરીએ અને નક્કી કરીએ કે અલ્લાહ તઆલાની ખાસ મદદથી ટંકારીઆ ગામને ખૈર, ખિદમત, એકતા અને સમગ્ર ગામના લોકોની પ્રગતિનું એક અજોડ કેન્દ્ર બનાવવાની કોશિશ કરીશું. અલ્લાહ તઆલાથી દુઆ છે કે તે આપણા તમામ પ્રયત્નોમાં બરકત અતા ફરમાવે, ખુલૂસ અતા કરે, આપણી નિય્યતોને કબૂલ કરે, આપણા ગામને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવે અને આપણને ફક્ત તેની રઝા મેળવવાની તૌફીક આપે. આમીન, યા રબ્બલ આલમીન.

(નોંધ: બિલ્ડીંગ કે વ્હીકલના રજીસ્ટ્રેશન માટે કોઇપણ એક નોંધાયેલી સંસ્થાની આવશ્યકતા છે.)

ટંકારીઆના લોકો માટે ખાસ સંદેશ. (pdf ડાઉનલોડ કરી આપના સંપર્કમાં હોય એવા લોકોને મોકલશો)

A special message for the people of Tankaria on the eve of Shab-e-Barat.

If we examine the glorious history of Tankaria village, we can truly say with pride that the wonderful deeds done by the people of this village have been consistently recognised in the country and abroad. No small or big work of Tankaria Village has ever remained incomplete. Our history does not contain such an example. Whether it is important medical work, such as at Anjuman Hospital; services like Ghusl Van; or all the good works and efforts that will be done in the future, these are living proof of our unity and brotherhood. They show our unwavering faith in Allah Almighty alone.

Allah Almighty says in the Holy Quran, the meaning of which is the following:

“The example of those who spend from their wealth in the way of Allah is like that of a grain from which seven buds grow; in each bud there are a hundred grains. And Allah increases it to whom He wills. Allah is the Exalted, the Merciful, the All-Knowing.” (Surah Al-Baqarah: 2:261)

And in another place it is said, “You will never attain righteousness (birr) until you spend from it that which you love. And whatever you spend, Allah is well aware of it.” (Surah Al-Imran: 3:92)

Whatever we do is not only for people’s benefit but also to gain the pleasure of Allah and His pleasure. Allah is fully aware of our intentions. Allah, who can bring the entire universe into existence by just saying “Qun” (Be), never has any shortage or deficiency in His treasures. Allah Almighty has bestowed wealth on the people of Tankaria Village and the world. Allah has also given many hearts the ability for charity, generosity, and service. With this, not one but many such deeds will be done easily.

The Messenger of Allah ﷺ says, which means, “Charity (khairat) does not decrease wealth.” (Sahih Muslim)

And in another blessed hadith, he says, which means, “The best of people are those who are most beneficial to people.” (Al-Mujam al-Awsat)

Therefore, today the greatest responsibility of all of us is to fulfil our duties, yours and all of ours, with complete honesty, sincerity and openness. Let us move forward with a strong sense of cooperation and brotherhood, holding each other’s hands. Let us be active participants in every good work of the village, with full trust only in Allah Ta’ala. Let us make a special dua as the Sabe Barat is approaching and resolve that with the special help of Allah Ta’ala, we will try to make Tankaria village a unique centre of goodness, service, unity and progress for the people of the entire village. We pray to Allah Ta’ala that He may bless all our efforts; grant us openness; accept our intentions; make our village more prosperous and progressive, and grant us the ability to seek only His pleasure. Amen, Ya Rabbal Alamin.

A special message for the people of Tankaria
Please download the PDF file and share it with others.

ગતરોજ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત શિયાળુ ૩૦ ઓવર નોકઆઉટ ટુર્નામેન્ટ ની ફાઇનલ ભજજુવાળા ઇલેવન ભરૂચ અને કડુજી ઇલેવન ટંકારીઆ વચ્ચે રમાતા ભારે રસાકસીના અંતે ભજજુવાળા ઇલેવન નો મેચના છેલ્લા બોલે વિજય થયો હતો.
આ ટુર્નામેન્ટના અંતમાં ઇનામ વિતરણ વિધિમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી પધારેલા ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે કુવૈત નેશનલ ક્રિકેટ ટીમના સુકાની યાસીન પટેલ ઉપરાંત એજ ટીમના સભ્ય મીટ ભાવસાર, બરોડા રણજી પ્લેયર સાફાવાન ઘોઘા તથા ગુજરાત રણજી પ્લેયર શેહજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતા. ઉપરાંત ટાઇગર ફાઉન્ડેશનના ઓવનર હનીફભાઇ પાંચભાયા, તૌસીફ વાગરાવાલા તથા મોટીસંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ માં રમાયેલી મેચોની ટ્રોફીઓ બાબુભાઇ પરફેક્ટ કુરિયરવાળા દ્વારા આપવામાં આવી હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન જુનેદ ટીચચુક, આરીફ બાપુજી અને વસીમ પાટીદારે કર્યું હતું.
આ ફાઇનલ મેચના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાકીરહુસૈન ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું.

Kandhiya Fiza Ilyas Ismail has earned her B.Sc. in Nursing and received the prestigious award for exemplary performance in academic excellence for the 2021–2025 batch at P.P. Savani University.

 

 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ સ્થિત એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ દ્વારા શિયાળુ રમતોત્સવના ભાગરૂપે આયોજિત સ્પોર્ટ્સ ડે–૨ ગતરોજ ગામના વિશાળ ખળી મેદાનમાં આનંદ, ઉત્સાહ અને શિસ્તભર્યા માહોલમાં સંપન્ન થયો.

કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલરઝ્ઝાક અશરફી દ્વારા પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી. આખી દુનિયામાં કાર્યરત કુલ ૧૨૫ બ્રાન્ચ ધરાવતા મોહસીને આઝમ મિશનના વર્લ્ડ પ્રમુખ અને આજના યાદગાર કાર્યક્રમના અધ્યક્ષ હઝરત પીરે તરિકત સૈયદ હસન અસ્કરીમીયા અશરફીયુલ જીલાની કિછોછવી સાહેબે ધ્વજારોહણ કર્યું અને સાબરી એજ્યુકેશન ટ્રસ્ટ કરજણના પ્રમુખ સૈયદ શૌકતઅલી બાવા દ્વારા મશાલ પ્રગટાવી રમતોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિદ્યાર્થી સૈફાન પટેલ દ્વારા મશાલ સાથે મેદાનની પરિક્રમા કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ઉત્સાહથી ગુંજી ઊઠ્યું.

ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા ગામ-પરગામના એન.આર.આઈ. ભાઈઓ તથા વિશિષ્ટ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મનમોહક પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમને આકર્ષક બનાવ્યો હતો.

શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેઓની વિશિષ્ટ ઉપલબ્ધિઓ માટે ઉપસ્થિત મહનુભાવો દ્વારા મેડલ, સર્ટીફીકેટ અને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા.

શિક્ષણ, સાહિત્ય, આરોગ્ય, ડીજીટલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યક્તિઓને , એમ.એ.એમ. ટ્રસ્ટને વિશિષ્ટ દાન આપી તેના પાયાને મજબૂત કરનાર દેશ-વિદેશમાં રહેતા પ્રતિષ્ઠિત નાગરિકોને,  સુંદર ચેરીટી મેચનું આયોજન કરીને મહત્વપૂર્ણ દાન એકત્રિત કરવા બદલ ‘બારીવાલા ક્રિકેટ ક્લબ’ને સુંદર અને ધ્યાનાકર્ષિત મોમેન્ટો હઝરત પીરે તરિકત સૈયદ હસન અસ્કરીમીયા અશરફીયુલ જીલાની કિછોછવી સાહેબના મુબારક હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા.

મુખ્ય અતિથિ હઝરત સય્યદ હસન અસ્કરી સાહેબે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં “ઈલ્મ” પર ભાર મૂકતાં જણાવ્યું કે જ્ઞાન જીવનની સફળતાનું મૂળ છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરી મહેનતથી આગળ વધવું જોઈએ અને વિજ્ઞાન-તકનીકમાં નિપુણ બની દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.

ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની પ્રતિભા અને શારીરિક ક્ષમતાનું સુંદર પ્રદર્શન કર્યું. મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.

કાર્યક્રમમાં સય્યદ શૌકતઅલી બાવા, અશરફી બાપુ, અનેક આલીમો તથા એન.આર.આઈ. ભાઈઓ સલીમ વરુ, મહેબૂબ ઝિમ્બાબ્વે, બસીર હલાલત, અય્યુબ માસ્ટર વહોરાસમનીવાળા સહિત ગામ-પરગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા. સ્પોર્ટ્સ ડે–૨ ના છેલ્લા ૨-૩ અઠવાડિયાથી ચાલતા આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઇ પટેલ, ટ્રસ્ટી મંડળના બધા જ સભ્યો , શાળાના આચાર્યા મેહ્તાબખાન, શૈક્ષણિક અને નોન શૈક્ષણિક સ્ટાફના દરેક સભ્ય અને એમની સાથે ગામના નાસીરહુસૈન લોટીયા અને ઝાકીરહુસૈન ઉમતા દ્વારા સતત પ્રયત્નો કરી આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સવારથી સાંજના ૭:૩૦ કલાક સુધી ચાલેલા ખુબ લાંબા કાર્યક્રમનું સંચાલન વલણ ગામના વતની અને જાહેર કાર્યક્રમોના સફળ સંચાલક તરીકે  ખ્યાતિપ્રાપ્ત મહંમદ ભોપા (WBVF), શાળાના આચાર્યા મેહ્તાબખાન, સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામથી અને માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતાએ ખુબજ સુંદર રીતે નિભાવી હાજરજનોને કાર્યકમ સાથે સતત જોડી રાખ્યા હતા. કાર્યક્રમના સુંદર પ્રદર્શનની સાથે, કરાટે ચેમ્પિયનોએ તેમની કુશળતા દર્શાવી હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંતમાં, બાળકોના વાલીઓ અને ગામના વડીલોની રસ્સીખેંચની રમત (tug-of-war) માં ભાગીદારીએ ખુબ આનંદદાયક મનોરંજન પૂરું પાડ્યું, જેણે કાર્યક્રમની સફળતાનો સંકેત આપ્યો.

Print Media, social media ઉપરાંત Digital Media ના માધ્યમથી કાર્યક્રમના પ્રચાર અને પ્રસારણની સંપૂર્ણ જવાબદારી હંમેશની જેમ માય ટંકારીઆ વેબસાઈટના સંચાલકો  મુસ્તાક સુલેમાન દૌલા અને નાસીરહુસેન લોટીયાએ સંભાળી. (આખા દિવસના પ્રોગ્રામના બધા વિડીયો ૪-૫ દિવસમાં “Tankaria Channel” પર અપલોડ કરવામાં આવશે.)

હાજરજનો અને વડીલોએ ટંકારીઆ ગામના ઇતિહાસના  યાદગાર રમતોત્સવ તરીકે જેની ગણના કરી રોકડ રકમના રૂપમાં ઇનામોનો ધોધ પણ વરસાવ્યો તે આજના ” M.A. M. 2nd Annual SPORTS MEET- 2026  દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાની સાથે શિક્ષણ સાથે કસરત અને પોતાના સ્વાસ્થ્યના સંતુલિત વિકાસનો સુંદર સંદેશ પણ આપ્યો.

(* tug-of-war: a contest in which two teams pull at opposite ends of a rope until one drags the other over a central line.)

 

કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલરઝ્ઝાક અશરફી દ્વારા પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી.


મોહસીને આઝમ મિશનની આખી દુનિયામાં કાર્યરત કુલ ૧૨૫ બ્રાન્ચના વર્લ્ડ પ્રમુખ અને આજના યાદગાર કાર્યક્રમના અધ્યક્ષ હઝરત પીરે તરિકત સૈયદ હસન અસ્કરીમીયા અશરફીયુલ જીલાની કિછોછવી સાહેબ. હાલમાં કુલ ૨૨ બ્રાન્ચોમાં અશ્કરી ટીફીન સેવાઓ ચાલે છે.


સાબરી એજ્યુકેશન ટ્રસ્ટ કરજણના  પ્રમુખ સૈયદ શૌકતઅલી બાવા સાથે અફરોજભાઈ ખાન્ધીયા

આવકાર સંબોધન  – જાકીરભાઇ ઉમતા


ગામના સરપંચશ્રી મંગાભાઈ અને ઉપસરપંચશ્રી સફ્વાનભાઇ ભુતા


WBVF ના મેનેજર મહંમદભાઇ ભોપા અને યુવા કોંગેસ પ્રમુખ ઈમ્તિયાઝભાઈ


અબ્દુલભાઈ કામઠી ચેરીટી ક્રિકેટ મેચ દરમિયાન મળેલ મદદ અને  એમ.એ.એમ. શાળાના બાળકોને મળેલ માતબર રકમના ઇનામોની જાહેરાત કરી રહ્યા છે.

 


“બારીવાલા ક્રિકેટ ક્લબ” ટંકારીઆ વતી આરીફ્ભાઈ બાપુજી અને જુનેદ ભાઈ ટીચ્ચુક મોમેન્ટો સ્વીકારી રહ્યા છે. બારીવાલા ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત ચેરીટી મેચના માધ્મથી ધોરણ ૧૧ અને ૧૨ ના વર્ગો શરુ કરવા મોટી માતબર રકમનું દાન, ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા ૦૩ બાળકોના આખા વર્ષની ખર્ચની રકમનું દાન એક દાનવીર દ્વારા આપવામાં આવ્યું  છે;  ઉપરાંત આ ચેરીટી મેચના દિવસે ઉપસ્થિત એક દાનવીરે ટંકારીઆ માં ચાલતી  “અશ્કરી  ટીફીન સર્વિસ”ના એક આખા વર્ષની ખર્ચની સંપૂર્ણ માતબર રકમ પણ દાન પેટે આપી છે.

   

       

IQBALBHAI IBRAHIM BASERI [Uncle of Inayat Baseri urfe Shahrukh] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard after Magrib prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen…..

નાના બાળકોના આ ટેલેન્ટ જોઈને હું ભાવવિભોર થઇ ગયો : હાજી આદમ લાલી 

ગતરોજ ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રપર્વ નિમિતે ગ્રામ પંચાયત ટંકારીઆ આયોજિત ગામના ખરી મેદાનમાં સાંજથી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારીઆ ગામની કુલ ૬ પ્રાથમિક શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તમામ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ખુબ સુંદર કૃતિઓ રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દેશ-વિદેશથી પધારેલા મહેમાનોએ વિદ્યાર્થીઓને રોકડ રકમ પારિતોષિક તરીકે આપી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ટંકારીઆ ગામની ડોક્ટર ઝૈબા સિરાજ ખાંધિયા તથા ડોક્ટર રોઝમીનાબાનું મોહમદરફીક અભલી ને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. 

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ટંકારીઆ ગામના વતની અને સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયેલા દાનવીર હાજી આદમભાઇ લાલી ઉપરાંત કેનેડા નિવાસી અય્યુબભાઇ મીયાંજી તથા સરપંચ મંગાભાઇ વસાવા, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા , ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા તથા આરીફ પટેલ, સામાજિક અગ્રણી નાસીરહુસૈન લોટીયા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, બિલાલ લાલન , ટંકારીઆ પુત્ર અને સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠી, મુબારક ભાણીયા, તેમજ પંચાયત સભ્ય ઈકબાલ સાપા  તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલ કૃતિઓની પ્રસંશા કરી હતી અને તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુલામસાહેબ ઇપલી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

 

ભારતભરમાં તા.૨૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીયપર્વ પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ સ્કૂલ ટંકારીઆમાં સવારે ૮:૩૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે મૌલાના અબ્દુર્રઝાક અશરફીએ સ્થાન ગ્રહણ કરી તેમના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળામાં મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાસંગિક સ્પીચ, દેશભક્તિના ગીતો રજુ કાર્ય હતા. અંતમાં તમામ દેશવાસીઓ માટે ભલાઈ અને પ્રગતિની દુઆઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળા પ્રમુખ ઇશાકભાઈ પટેલ તથા ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. અંતમાં મોં મીઠું કરી સૌ વિદાય થયા હતા.

1 21 22 23 24 25 524