શબે બરાતની પૂર્વ સંધ્યાએ ટંકારીઆના લોકો માટે ખાસ સંદેશ.
ટંકારીઆ ગામના ભવ્ય ઇતિહાસ પર નજર કરીએ તો આજે ખરેખર છાતી ઠોકીને ગર્વ સાથે કહી શકાય કે આ ગામના લોકોએ કરેલા અદ્ભુત કારનામાઓની નોંધ દેશ-વિદેશમાં સતત લેવાતી રહી છે. ટંકારીઆ ગામનું કોઈ પણ નાનું કે મોટું કામ આજ સુધી અધૂરું રહ્યું નથી—આપણા ઇતિહાસમાં એવું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. અંજુમન હોસ્પિટલ જેવું મહત્વનું તબીબી કાર્ય હોય, ગુસ્લ વાન જેવી ખિદમત હોય કે ભવિષ્યમાં થનારા તમામ ખૈર અને ભલાઈના પ્રયાસો—આ બધું આપણી એકતા, ભાઈચારા અને ફક્ત અલ્લાહ તઆલા પરના આપણા અટલ વિશ્વાસનું જીવંત પ્રમાણ છે.
અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં ફરમાવે છે, જેનો ભાવાર્થ છે:
“જે લોકો અલ્લાહની રાહમાં પોતાના માલમાંથી ખર્ચ કરે છે, તેમનું ઉદાહરણ એવું છે જાણે કે એક દાણો છે જેનાથી સાત કળીઓ ઉગે છે, દરેક કળીમાં સો દાણા છે. અને અલ્લાહ જેને ઇચ્છે તેને વધારે આપે છે. અલ્લાહ વિશાળ કૃપાશીલ અને સર્વજ્ઞ છે.” (સૂરહ અલ-બકરહ: ૨:૨૬૧)
અને બીજી જગ્યાએ ફરમાવે છે જેનો ભાવાર્થ છે: “તમે ક્યારેય ભલાઈ (બિર્ર) સુધી પહોંચી શકશો નહીં જ્યાં સુધી તમે તેમાંથી ખર્ચ ન કરો જે તમને પ્રિય છે. અને જે કંઈ તમે ખર્ચો છો, અલ્લાહ તેને સારી રીતે જાણે છે.” (સૂરહ આલે ઇમરાન: ૩:૯૨)
આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર લોકોના ભલા માટે જ નથી, પરંતુ અલ્લાહની રઝા અને તેની પ્રસન્નતા મેળવવા માટે છે. અલ્લાહ તઆલા આપણા દિલોની નિય્યતોથી સંપૂર્ણ વાકેફ છે. જે રબ માત્ર “કુન” (થઈ જા) કહેવાથી આખી કાયનાતને અસ્તિત્વમાં લાવી શકે છે, તેના ખજાનામાં ક્યારેય કોઈ કમી કે અછત નથી. અલ્લાહ તઆલાએ ટંકારીઆ ગામના લોકોને અને આખી દુનિયાના લોકોને ધન-દોલતથી નવાજ્યા છે, અને ઘણા દિલોમાં સખાવત, ઉદારતા અને ખિદમતની તૌફીક પણ અતા કરી છે, ત્યારે આવા એક નહીં પણ અનેક કામો આસાનીથી થઇ જશે.
રસૂલુલ્લાહ ﷺ ફરમાવે છે જેનો ભાવાર્થ છે : “સદકા (ખૈરાત)થી માલ ઓછો થતો નથી.” (સહીહ મુસ્લિમ)
અને બીજી એક મુબારક હદીસમાં ઇર્શાદ ફરમાવે છે જેનો ભાવાર્થ છે: “લોકોમાં સૌથી શ્રેષ્ઠ તે છે જે લોકો માટે સૌથી વધુ ફાયદાકારક હોય.” (અલ-મુજમ અલ-ઔસત)
આથી આજે આપણી સૌની સૌથી મોટી જવાબદારી છે કે મારા, તમારા અને આપણા બધાના હિસ્સાની ફરજને પૂરી ઈમાનદારી, નિષ્ઠા અને ખુલૂસથી અદા કરીએ. એકબીજાનો હાથ પકડીને, સહકાર અને ભાઈચારાની મજબૂત ભાવનાથી આગળ વધીએ. ફક્ત અલ્લાહ તઆલા પર પૂર્ણ ભરોસો રાખીને, ગામના દરેક સારા કામમાં સક્રિય ભાગીદાર બનીએ. આવો, સબે બરાત આવી રહી છે ત્યારે ખાસ દુઆ કરીએ અને નક્કી કરીએ કે અલ્લાહ તઆલાની ખાસ મદદથી ટંકારીઆ ગામને ખૈર, ખિદમત, એકતા અને સમગ્ર ગામના લોકોની પ્રગતિનું એક અજોડ કેન્દ્ર બનાવવાની કોશિશ કરીશું. અલ્લાહ તઆલાથી દુઆ છે કે તે આપણા તમામ પ્રયત્નોમાં બરકત અતા ફરમાવે, ખુલૂસ અતા કરે, આપણી નિય્યતોને કબૂલ કરે, આપણા ગામને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવે અને આપણને ફક્ત તેની રઝા મેળવવાની તૌફીક આપે. આમીન, યા રબ્બલ આલમીન.
(નોંધ: બિલ્ડીંગ કે વ્હીકલના રજીસ્ટ્રેશન માટે કોઇપણ એક નોંધાયેલી સંસ્થાની આવશ્યકતા છે.)
ટંકારીઆના લોકો માટે ખાસ સંદેશ. (pdf ડાઉનલોડ કરી આપના સંપર્કમાં હોય એવા લોકોને મોકલશો)
A special message for the people of Tankaria on the eve of Shab-e-Barat.
If we examine the glorious history of Tankaria village, we can truly say with pride that the wonderful deeds done by the people of this village have been consistently recognised in the country and abroad. No small or big work of Tankaria Village has ever remained incomplete. Our history does not contain such an example. Whether it is important medical work, such as at Anjuman Hospital; services like Ghusl Van; or all the good works and efforts that will be done in the future, these are living proof of our unity and brotherhood. They show our unwavering faith in Allah Almighty alone.
Allah Almighty says in the Holy Quran, the meaning of which is the following:
“The example of those who spend from their wealth in the way of Allah is like that of a grain from which seven buds grow; in each bud there are a hundred grains. And Allah increases it to whom He wills. Allah is the Exalted, the Merciful, the All-Knowing.” (Surah Al-Baqarah: 2:261)
And in another place it is said, “You will never attain righteousness (birr) until you spend from it that which you love. And whatever you spend, Allah is well aware of it.” (Surah Al-Imran: 3:92)
Whatever we do is not only for people’s benefit but also to gain the pleasure of Allah and His pleasure. Allah is fully aware of our intentions. Allah, who can bring the entire universe into existence by just saying “Qun” (Be), never has any shortage or deficiency in His treasures. Allah Almighty has bestowed wealth on the people of Tankaria Village and the world. Allah has also given many hearts the ability for charity, generosity, and service. With this, not one but many such deeds will be done easily.
The Messenger of Allah ﷺ says, which means, “Charity (khairat) does not decrease wealth.” (Sahih Muslim)
And in another blessed hadith, he says, which means, “The best of people are those who are most beneficial to people.” (Al-Mujam al-Awsat)
Therefore, today the greatest responsibility of all of us is to fulfil our duties, yours and all of ours, with complete honesty, sincerity and openness. Let us move forward with a strong sense of cooperation and brotherhood, holding each other’s hands. Let us be active participants in every good work of the village, with full trust only in Allah Ta’ala. Let us make a special dua as the Sabe Barat is approaching and resolve that with the special help of Allah Ta’ala, we will try to make Tankaria village a unique centre of goodness, service, unity and progress for the people of the entire village. We pray to Allah Ta’ala that He may bless all our efforts; grant us openness; accept our intentions; make our village more prosperous and progressive, and grant us the ability to seek only His pleasure. Amen, Ya Rabbal Alamin.
A special message for the people of Tankaria
Please download the PDF file and share it with others.
TANKARIA WEATHER
Leave a Reply