ટંકારીઆમાં પ્રજાસત્તાકદિન નિમિતે ખરી ગ્રાઉન્ડ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

નાના બાળકોના આ ટેલેન્ટ જોઈને હું ભાવવિભોર થઇ ગયો : હાજી આદમ લાલી 

ગતરોજ ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રપર્વ નિમિતે ગ્રામ પંચાયત ટંકારીઆ આયોજિત ગામના ખરી મેદાનમાં સાંજથી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારીઆ ગામની કુલ ૬ પ્રાથમિક શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તમામ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ખુબ સુંદર કૃતિઓ રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દેશ-વિદેશથી પધારેલા મહેમાનોએ વિદ્યાર્થીઓને રોકડ રકમ પારિતોષિક તરીકે આપી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ટંકારીઆ ગામની ડોક્ટર ઝૈબા સિરાજ ખાંધિયા તથા ડોક્ટર રોઝમીનાબાનું મોહમદરફીક અભલી ને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. 

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ટંકારીઆ ગામના વતની અને સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયેલા દાનવીર હાજી આદમભાઇ લાલી ઉપરાંત કેનેડા નિવાસી અય્યુબભાઇ મીયાંજી તથા સરપંચ મંગાભાઇ વસાવા, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા , ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા તથા આરીફ પટેલ, સામાજિક અગ્રણી નાસીરહુસૈન લોટીયા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, બિલાલ લાલન , ટંકારીઆ પુત્ર અને સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠી, મુબારક ભાણીયા, તેમજ પંચાયત સભ્ય ઈકબાલ સાપા  તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલ કૃતિઓની પ્રસંશા કરી હતી અને તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુલામસાહેબ ઇપલી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*