ટંકારિયામાં શબેબરાત પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ

સમગ્ર ભારત દેશમાં આજે શબેબરાત પર્વની ઉજવણી થઇ રહી છે. ટંકારિયામાં ગત રોજ અસર ની નમાજથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં નમાજ અદા કરવા માટે વિવિધ મસ્જિદોમાં જમા થયા હતા ત્યારબાદ કબ્રસ્તાનોમાં જઈ પોતાના મર્હુમ સગા-સંબંધીઓ તથા મિત્રોની કબર પર જઈ ફાતેહા પઢી ખિરાજે અકીદત પેશ કરતા નજરે પડ્યા હતા અને કબ્રસ્તાનો લોકોની મોટી સંખ્યામાં ભરાઈ ગયા હતા. ત્યાર બાદ, બાદ નમાજે મગરીબ વિશિષ્ટ ૬ રક્ત નફિલ નમાજ પઢી મસ્જિદોના ઇમામોએ સમગ્ર માનવજાત માટે દુઆ ગુજારી હતી. અને સાથે સાથે ઈશાની નમાજ પઢી લોકો પોતાને ઘેર ગયા હતા. બાદમાં આખી રાત સુધી નફિલ નમાજો અદા કરી હતી. હાલમાં એકદમ નવી બંધાયેલી મસ્જીદે ફૈઝાને મખદૂમ અશરફમાં રાત્રે સલાતુતતસ્બીહ ની વિશિષ્ટ નમાજ બા-જમાત અદા કરી હતી. આ પર્વ નિમિતે નફિલ રોજાનું ઘણું મહત્વ હોય મોટાભાગના લોકોએ રોજો પણ રાખ્યો હતો.

આ સાથે પૃથ્વીપટ પર પવિત્ર રમઝાન માસે દસ્તક દઈ દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*