એમ.એ.એમ. પ્રાઈમરી અને માધ્યમિક ઇંગ્લીશ મીડીયમ  સ્કૂલ  દ્વારા વાર્ષિક રમતોત્સવ  યોજાયો

એમ.એ.એમ. પ્રાઈમરી અને માધ્યમિક ઇંગ્લીશ મીડીયમ  સ્કૂલ  દ્વારા વાર્ષિક રમતોત્સવ  યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ વાર્ષિક રમતોત્સવનું આયોજન એમ.એ.એમ. સ્કૂલ  દ્વારા ટંકારીઆ ખાતે મુસ્તફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. આ સમારંભના ઉદ્ઘાટનની શરૂઆત તિલાવતે કુરઆન દ્વારા થઇ હતી. ત્યાર બાદ શાળાના ભુલકાંઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો  રજુ કર્યા હતા. બાદમાં સમારંભમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રમતોત્સવની જ્યોત સમારંભના મુખ્ય અતિથિ જનશિક્ષણ સંસ્થા ભરૂચ ના ડિરેક્ટર સૈયદ જૈનુલઆબેદીન સાહેબ દ્વારા પ્રગટાવી હતી, ત્યાર બાદ સમારંભના અતિથિ વિશેષ સૈયદ શોકતઅલી બાપુ દ્વારા રીબીન કાપી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ માર્ચ યોજી રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ સૈયદ જૈનુલઆબેદીન સાહેબ, અતિથિ વિશેષ સૈયદ શોકતઅલી બાપુ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રના માર્ગદર્શક વિદ્વાન સૈયદ મોહમ્મદઅલી તથા ટંકારીઆ જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહભાઈ કામઠી, ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા, વરેડીયા ગામના સરપંચ ફઝિલાબેન દુધવાલા, સાહિત્યકાર અઝીઝ ટંકારવી સાહેબ, એન. આર. આઈ. અફરોઝ ખાંધિયા, મુબારકભાઈ બંગલાવાલા, સૈયદ તલકીમભાઇ, ગામના આગેવાનો મુસ્તુફાભાઈ ખોડા, નાસીરભાઈ લોટીયા, સઈદભાઈ બાપુજી ઉપરાંત હનીફભાઇ લાલા, અફઝલ ઘોડીવાળા, યુસુફ ઘોડીવાળા, ગુલામભાઇ ઇપલી, બિલાલ લાલન તથા મોટી સંખ્યામાં ગામના નવયુવાનો, વડીલો, માં-બહેનો હાજર રહ્યા હતા. શાળાના પ્રમુખ ઈસ્હાકમાસ્ટર પટેલ તથા શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉદ્ઘાટન સમારંભ બાદ આખા દિવસ દરમ્યાન શાળાના બાળકો વચ્ચે  વિવિધ રમતોની હરીફાઈ યોજાઈ હતી. અને સાંજે ઇનામ વિતરણના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર  વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઇનામ વિતરણના કાર્યક્રમમાં અતિથિ તરીકે કે.પી.ગ્રુપ ઓફ કંપનીના સહયોગી મુસ્તાકભાઈ પટેલ તદુપરાંત કે. પી. ગ્રુપ સાથે જોડાયેલા ટંકારીઆ ગામના વતની અને સામાજિક કાર્યકર સલીમભાઇ ઘડિયાળી [દેગ], સરપંચ ઝાકીરહુસેન ઉમતા, હબીબભાઇ ભુતા, અઝીઝ ટંકારવી, નાસીર  લોટીયા, માજી તલાટી સૈયદ છોટેસાબ, વાગરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા કરાટે વર્લ્ડ ચેમ્પિયન   ઇમરાનભાઈ ભઠ્ઠી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, મુસ્તુફાભાઈ ખોડા, ઉસ્માન લાલન, વિદેશથી પધારેલા મુનાફભાઇ બચ્ચા, અફઝલ ઘોડીવાલા, ગુજરાત ટુડેના પત્રકાર મુસ્તાક દૌલા વિગેરેની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાએ મહાનુભાવોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. અંતમાં મહાનુભાવોએ ટૂંકું વક્તવ્ય આપ્યું હતું. જેમાં સમગ્ર દિવસના કાર્યક્રમથી પ્રભાવિત થઇ સલીમભાઇ ઘડિયાળીએ જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં ૭ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે પરંતુ આટલું સુંદર અને અદભુત આયોજન તેમણે ક્યારેય જોયું નથી, તેમણે જણાવ્યું હતું કે, તેમની શાળાના સ્ટાફગણને આ શાળાની ખાસ મુલાકાત લેવા જણાવીશ. નિર્વૃત્તિના આરે ઉભેલા અગ્રગણ્ય શિક્ષક ગુલામભાઇ ઇપલી એ તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, મારા જીવનકાળ દરમ્યાન આટલો સુંદર અને સુનિયોજિત સ્પોર્ટ્સ કાર્યક્રમ પ્રથમ વખત ટંકારીઆની ભૂમિ પર જોઈ આશ્ચર્યચકિત થઇ ગયો છું.  મહાનુભાવોએ ગામના આ પ્રથમ વખત યોજાયેલા  શાળાકીય  સ્પોર્ટ્સ ડે ઇવેન્ટ  કાર્યક્રમને બીરદાવી શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન શાળાના ઉત્સાહી અને મહેનતુ આચાર્ય મહેતાબખાન પઠાણ મેડમે સંભાર્યુ હતું. મહાનુભાવોએ શાળાના આચાર્ય તથા શિક્ષણગણ અને ટ્રસ્ટી મંડળની મહેનતની ખુબ ખુબ પ્રસંશા કરી તેમને અભિનંદનોથી નવાજ્યા હતા.

ઇનામ વિતરણ ના ફોટો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*