Progressive Tankaria

ટંકારીઆ ગામની નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં પારખેત રોડ ઉપર આવેલી સુકુન સોસાયટીમાં પારખેત તરફ જવાના મુખ્યમાર્ગ પરથી ઇશાક બશેરીના ઘર સુધી ૩ ની પીવાના પાણીની લાઈન તાલુકા પંચાયતની ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી તાલુકા સદસ્ય અબ્દુલસમદ ટેલર ઉર્ફે લલ્લુમામાં ની ભલામણથી મંજુર થયેલી ગ્રાન્ટ માંથી આશરે ૨૫૦ મીટર લાંબી અંદાજિત રૂપિયા ૧૦૦૦૦૦/- એક લાખ રકમની લાઈન નાંખવામાં આવી. આ કામ હાલમાં ગ્રામ પંચાયત દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું. આ તબક્કે ગ્રામ પંચાયત ટંકારીઆ તાલુકા સદસ્ય અબ્દુલસમદ ટેલરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
સરપંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*