પયગંબરે ઇસ્લામની શાનમાં ગુસ્તાખીના વિરોધમાં આજે ટંકારીઆ સજ્જડ બંધ

આજરોજ ટંકારીઆ ગામના ગ્રામજનોએ ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો. હાલ આખા વિશ્વમાં અને સમગ્ર દેશભરમાં પયગંબર સાહેબની ઉંચી શાનમાં કરવામાં આવી રહેલી ગુસ્તાખીઓ વિરુદ્ધ વિરોધ વંટોળ ફૂંકાયો છે. ત્યારે હવે વિરોધની આગ શહેરોના સીમાડાઓ ઓળંગી ગામડાઓ સુધી પ્રસરી ગઈ છે. ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પણ ગ્રામજનો તેમજ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી નબીની શાનમાં વાણી વિલાસ કરનારાઓનો વિરોધ નોંધાવી સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. સાથેજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિષે બફાટ કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનારા અનિષ્ટ તત્વોની સામે સખતમાં સખત પ્રકારની કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. વારંવાર નબીની શાનમાં ગુસ્તાખી કરી મજાક કરનારાઓ સામે સરકાર દ્વારા કાયદો ઘડીને આવા દૃષ્ટ તત્વો સામે લગામ કસવામાં આવે તેવી લાગણી પણ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી
નવયુવાનો તથા બાળકો અને વૃદ્ધો સહીત તમામ ગ્રામજનો  દ્વારા વિશાળ જનમેદની સાથે  વિરોધ દર્શાવવા માટે આખા ગામમાં જુલુશ કાઢી રોષ વ્યક્ત કર્યો  હતો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*