ટંકારિયામાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીનો ગરમાવો
ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેર કરાતા જ રાજકીય ગરમાવાનું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગતરોજ પંચાયતની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે મુજબ ભરૂચ જીલ્લામાં ૪૮૩ ગ્રામપંચાયતો અને ૨૦ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે. જેમાં આપણા ગામ ટંકારીઆની સરપંચની ખાલી પડેલી સીટ ની પણ ચૂંટણી યોજાશે. આ કાર્યક્રમમાં તા. ૨૯/૧૧/૨૦૨૧ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરીને આપવાની છેલ્લી તા.૦૪/૧૨/૨૧ તેમજ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.૬/૧૨/૨૧ જયારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તા. ૭/૧૨/૨૧ રાખવામાં આવેલ છે. તા.૧૯/૧૨/૨૧ ના રોજ મતદાન થશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તા.૨૦/૧૨/૨૧ ના રોજ મતદાન કરવામાં આવશે. તા.૨૧/૧૨/૨૧ ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના આ ચૂંટણીના કાર્યક્રમ જાહેર થતાં જ ચૂંટણી અંગે ગરમાવો વધી ગયો છે.
Leave a Reply