Madni Shifa Khana (Hospital)

(1) Madni Shifa Khana (Madni Hospital, Tankaria) (2) Aims and Priorities added to Organisations The time of our death is fixed, but it hurts to know when a patient is on the hospital’s waiting list and dies before he can be treated. The service-oriented hospitals and private clinics of the village are doing very well at such a difficult time. Use above links (1) and (2) to read in details. આપણા મૃત્યુનો સમય નક્કી છે પરંતુ જ્યારે કોઈ દર્દી હોસ્પિટલની પ્રતીક્ષા યાદીમાં હોય છે અને તેને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યું થાય છે ત્યારે તે જાણીને દુઃખ થાય છે. આવા મુશ્કેલ સમયે ગામની સેવાભાવી હોસ્પિટલો અને ગામની ખાનગી ક્લિનિક્સ ખુબ સારી કામગીરી બજાવી રહેલ છે. વધુ વિગતવાર વાંચવા ઉપરની લીંક (1), (2) પર ક્લિક કરો.

https://www.mytankaria.com/news/2021/04/40240 Tankaria Covid Care Center Update 01
https://www.mytankaria.com/news/2021/04/40278 Tankaria Covid Care Center Update 02

3 Comments on “Madni Shifa Khana (Hospital)

  1. જે primary લક્ષણો ધરાવતા હોય અને જેમના માટે ઘરમાં quarantine થવાની સુવિધા નથી તેમના માટે quarantine centre ની સુવિધા શરૂ કરવામાં આવે.

  2. સરકાર સાથે charitable trust હેઠળ MOU કરી સરકારી દવાખાનાને develop કરી આધુનિક medical facility / lab facility / MRI / CT scan સાથે નું centre શરૂ ના કરી શકાય?!

  3. ٱلْحَمْدُ لِلَّٰهِ‎. ગામના દરેક ઉંમરના લોકો દેશ-વિદેશમાં પોત-પોતાની રીતે ખુબ સક્રિય થયા છે અને પોતાનાથી થતા તમામ પ્રયત્નો કરવામાં લાગી ગયા છે. દેશ-વિદેશમાં રહેતા ટંકારીયાના લોકો તેમની શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે આર્થિક, શારીરિક, ભાવનાત્મક રૂપે સહાયતા કરવાના કામમાં રાત-દિવસ લાગી ગયા છે. અલ્લાહ આપણને બધાને આ ચળવળને ટેકો આપવા માટે શક્તિ આપે. આજના યુગની આપણી ઈલેક્ત્રોનિક સસ્થાઓ બરાબર કામે લાગી ગઈ છે. “Great Tankaria Voice” (વોટ્સઅપ) નો અવાજ વિદેશોમાં રહેતા ટંકારવીઓ સુધી ઘેર ઘેર પહોંચી રહ્યો છે. ટંકારીયા વેલ્ફેર સોસાયટી, યુ.કે. સક્રિયપણે આપણા મિશન ‘કોવિડ -19 હોસ્પિટલ’ ટંકારીયા માટે સખત મહેનત કરી રહી છે. નવું વોટ્સએપ જૂથ “ટંકારીયા કોવિડ હોસ્પિટલ- યુએસએ” શિકાગોમાં રહેતા આપણા સક્રિય ટંકારવી સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સર્જનાત્મક વિચાર યુએસએમાં ચાલતી આ મુહીમને સાચી દિશા આપી રહ્યો છે. કેનેડા, આફ્રિકા, ઝાંબીયા, સાઉદી અરેબિયા, દોહા કતાર અને બીજા બધા દેશોમાં રહેતા ટંકારીયાના લોકો પોત-પોતાની ફરજ ખુબ સારી રીતે નિભાવી રહ્યા છે. આપણા હાથમાં રમતું એ ઇલેક્ત્રોનીક નિર્જીવ રમકડું પણ સાનમાં સમજી ગયું છે. એ પણ આપણી સાથે જાણે આપણા દુઃખના સમયમાં આપણો સાથ આપી રહ્યું હોય એવું વર્તન કરતું થઈ ગયું છે. આપણી પંચાયત, આપણી હોસ્પિટલો, ખાનગી કલીનીકો, આપણા સેવાભાવી ડોકટરો, સેવાભાવી સામાજીક કાર્યકરો, દાનવીરોને, તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને અલ્લાહ તેમના મહાન સમર્થન માટે બેહતરીન બદલો આપે. રોજાઓ રાખીને સખત ગરમીમાં કબરો ખોદતા એ નામી-અનામી લોકોની ખિદમત વિશેષ દરજ્જાની છે. કોરોના વાયરસ સુક્ષ્મ જીવે એક તરફ આપણા વ્હાલા કુટુંબીજનોને અકાળે આ દુનીયાથી વિદાય આપી દીધી છે તો બીજી તરફ આ સુક્ષ્મ જીવના વેદના સહન ન થાય એવા મારેલા તિક્ષ્ણ દંખે આપણને બધાંને સફાળા જગાડી દીધા છે. અલ્લાહ આપણો પાલનહાર, આપણને જીંદગી અને મોત આપનાર જ એના ભેદોને જાણે છે. અલ્લાહ આપણને આ મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે અને આપણને રસ્તો બતાવી આપણી બધાની મદદ કરે. આપણા હવે પછીના કામો કોઈ પણ જાતના વિઘ્નો વિના આસાનીથી પુરા થાય એ માટે અલ્લાહ આપણી ઉપર એની ખુબ રેહમત વરસાવી આ મુશ્કેલ સમયમાંથી વહેલી ટકે આપણને બહાર કાઢે એવી રમજાનના આ નેક અને બાબરકત સમયમાં આજીજીઓ, માફીઓ સાથે એ સૌથી મહાન બારગાહમાં દુઆઓ કરીએ. અલ્લાહ કબુલ ફરમાવે.
    નાસીર લોટીયા.

    ٱلْحَمْدُ لِلَّٰهِ‎. Alhamdulillah. Everybody is so active and putting efforts. Tankarvis are active around the globe and supporting financially, physically, emotionally to the best of their abilities. May Allah gives us all strength to support this movement. Our electronic organisations are playing their role. The voice of “Great Tankaria Voice” (WhatsApp Group), reaching our people around the world without losing time. http://www.MyTankaria.com website and WhatsApp groups are trying to fulfill Aims and started action for our priorities. Other active WhatsApp groups are playing their role. The Tankaria Welfare Society, UK is actively working hard for our mission Covid-19 Hospital Tankaria. The New WhatsApp group “Tankaria COVID Hosp- USA” is created by our active Tankarvi members living in Chicago. This creative idea is giving true direction to the movement in the USA. The people of Tankaria living in Canada, Africa, Zambia, Saudi Arabia, Qatar, and all other countries are doing their duty very well. The electronic inanimate toy playing in our hands is also understood the situation. It also seems to be behaving as it is helping us in this times of distress. May Allah reward our panchayat members, our hospitals, private clinics, our service-oriented doctors, service-oriented social workers, philanthropists, all individuals and organisations for their great support. The service of famous and anonymous people digging graves in the scorching heat of the day is of special status. Coronavirus micro-organisms, on the one hand, have prematurely bid farewell to our loved ones from this world and on the other hand, the unbearable sting of this micro-organism has awakened all of us. Allah is our Lord, one who gives us life and death. Allah knows best. May Allah guide us in these difficult times and help us all by showing us the way. May Allah shower mercy on us so that our future tasks can be completed easily without any hindrances. Let us pray in this great court with prayers and apologies in this noble and blessed time of Ramadan to get us out of this difficult time soon. Everybody is playing a special role in this difficult time of need. May Allah SWT reward all individuals and organisations for their great support. May Allah guide us and help us in this difficult time. Aameen.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*