An important meeting held at Covid Care Center Tankaria (Darul Banat Building) કોવિડ કેર સેન્ટર ટંકારીયા (દારુલ બનાત બિલ્ડિંગ) ખાતે ગઈકાલે રાત્રે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

Doctors (from Tankaria and Bharuch), Committee members of Covid Care Center Tankaria, few leading volunteers participated in this meeting. A total of 16 Doctors participated in this meeting. Among those 16 Doctors, 03 Doctors belong to Bharuch, and 13 Doctors belong to Tankaria.

Dr. Wasim Raj (Palmland Hospital Bharuch), Dr. Soyeb Deg (M.D.) Tankaria, Dr. Irfan Patel (Global Hospital Bharuch), Dr. Sameer Patel (City Care Hospital Bharuch), Dr. Ikram Bachcha- Tankaria, Dr. Uvesh Bhad- Tankaria, Dr. Irshad Bapa- Tankaria, Dr. Ejaj Kidi- Tankaria, Dr. Muzammil Boda- Tankaria, Dr. Gulam Malji- Tankaria, Dr. Zuber Chati- Tankaria, Dr. Moeen Samli- Tankaria, Dr. Mohsin Rakhda- Tankaria, Dr. Naeem Rakhda- Tankaria, Dr. Umme Hani Lalan- Tankaria, Dr. Ashfaq Rakhda- Tankaria participated in this important meeting.

They discussed how to run the Covid Care Center Tankaria successfully , how to get the patient a quick recovery. Many issues related to the medical line were also discussed in the meeting. The doctors shared their experiences. After discussion, it was decided that Dr. Soyeb Deg, who himself is an M.D. and has a dispensary in Palej will work as a Medical Care Head of our Center. Appointment of staff, selection of medicine, and treatment of the patient will be done as per his advice. The doctors told the committee members of Covid Care Center Tankaria that they need 03 bottles of oxygen for one patient. If we have 30-35 bottles, we should start with ten beds.

Summary of Oxygen Bottles:
Anjuman Hospital :- Out of 33 big bottles, 23 bottles are in the possession of village patients undergoing treatment at home under the direct supervision of village doctors. Out of 10 small bottles, 07 bottles are with patients of Tankaria, 03 bottles are with Anjuman Hospital.

Madni Hospital :- All 34 big bottles are with Tankaria patients. Out of 06 small bottles, 03 bottles are with Welfare Hospital Bharuch, and 03 bottles are with Madni Hospital (Shaikhul Islam Trust Tankaria). From today, keeping in view the current situation, and condition of patient efforts will be made to get such bottles back as soon as possible. As soon as more than 20 bottles are collected, Covid Care Center Tankaria will be started for 10 patients. At present, our center has only 10 bottles. Bottles are not available easily in the market.

It was also discussed for laying Gas line and installation of the Gas Tank outside the building. The process of laying Gas line required another 07 to 10 days, so it was decided to start the Covid Care Center with oxygen bottles. Also, the work of laying an oxygen line will be carried out parallels. For this, the contractors of Oxygen Line have been called today who will measure Oxygen Line and give us an estimate. Every effort has been made to ensure that the oxygen line laying work, installation of Oxygen tank outside the building can be completed as soon as possible. If we will have a Gas line, the issues with oxygen bottles can be avoided. If we have an oxygen line, the target of 100 beds can be reached as early as possible.

Setting up a facility for 100 patients required 01 to 02 months’ hard works or even more if we have to start from zero. Tankarvis are working hard to start this pilot project as early as possible. Please make a special duaa for Covid Care Center Tankaria.

ડૉકટરો (ટંકારીયા અને ભરૂચના), કોવિડ કેર સેન્ટર ટંકારીયા કમિટીના સભ્યો, અગ્રણી સ્વયંસેવકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. કોવિડ કેર સેન્ટર ટંકારીયાને આપણા સ્ટાફથી સફળતાપૂર્વક કેવી રીતે ચલાવવું, દર્દીઓની તકલીફો વહેલી ટકે દુર થાય અને કેવી રીતે તેઓ વહેલી ટકે સાજા થાય એ માટે ક્યા તાત્કાલીક ઉપાયો કરવા એની ચર્ચા થઈ.

આ અગત્યની બેઠકમાં ભરૂચના ૦૩ અને ટંકારીયાના ૧૩ ડૉકટરો મળી કુલ  ૧૬ ડૉક્ટરોએ ભાગ લીધો હતો.

ડૉ. વસીમ રાજ (પામલેન્ડ હોસ્પિટલ ભરૂચ), ડૉ. સોયેબ ડેગ (એમ.ડી.) – ટંકારીયા, ડૉ. ઇરફાન પટેલ (ગ્લોબલ હોસ્પિટલ ભરૂચ), ડૉ. સમીર પટેલ (સીટી કેર હોસ્પિટલ ભરૂચ), ડૉ. ઇકરામ બચ્ચા- ટંકારીયા, ડૉ. ઉવેશ ભડ- ટંકારીયા, ડૉ. ઈર્શાદ બાપા- ટંકારીયા, ડૉ. એજાજ કીડી- ટંકારીયા, ડૉ. મુજ્મ્મીલ બોડા- ટંકારીયા, ડૉ. ગુલામ માલજી- ટંકારીયા,  ડૉ. ઝુબેર ચટી- ટંકારીયા, ડૉ. મોઈન સામલી- ટંકારીયા, ડૉ. મોહસીન રખડા-ટંકારીયા ,  ડૉ. નઈમ રખડા- ટંકારીયા, ડૉ. ઉમ્મે હાની લાલન- ટંકારીયા, ડૉ. અસ્ફાક રખડા-ટંકારીયાએ આ મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો.

ચર્ચામાં મેડીકલ લાઈનને લગતા ઘણા મુદ્દાઓની ચર્ચા પણ થઈ, ડૉકટરોએ પોત-પોતાના અનુભવો જણાવ્યા. ડૉક્ટર સોયેબ દેગ કે જેઓ પોતે એમ.ડી. છે અને પાલેજમાં તેમનું પોતાનું દવાખાનું છે તેઓ કોવીદ કેર સેન્ટર ટંકારીયાના મેડીકલ કેરના હેડ તરીકે સેવાઓ આપશે એવું ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું. એમના સલાહ સૂચન મુજબ આપણે સ્ટાફની નિમણુંક કરીશું, દવાઓ મંગાવીશું, અને એમની સલાહ સૂચન મુજબ દર્દીની સારવાર થશે.

કોવીદ કેર સેન્ટર ટંકારીયાના કમીટીના સભ્યોને ડૉક્ટરોએ જણાવ્યું કે એક દર્દી માટે ઓક્સીજનના ૦૩ બોટલ જોઈએ, જો આપણી પાસે ૩૦ બોટલ હોઈ તો ૧૦ બેડથી શરૂઆત કરવામાં આવે. હાલમાં આપણા સેન્ટર પાસે ૧૦ બોટલ છે. ગમે એટલા પૈસા ખર્ચતાં પણ માર્કેટમાંથી વેચાતા બોટલ મળતા નથી.

અંજુમન હોસ્પીટલ પાસેના મોટા ૩૩ બોટલમાંથી ૨૩ બોટલ, અને નાના ૧૦ બોટલમાંથી ૦૭ બોટલ ગામના દર્દીઓ પાસે છે અને મદની હોસ્પીટલ (શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા) પાસેના મોટા ૩૪ બોટલ ગામના દર્દીઓ જેઓ ગામના ડોકટરોની સીધી દેખરેખ હેઠળ પોતાના ઘરે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એમની પાસે છે. મદની હોસ્પીટલ પાસેના નાના ૦૬ બોટલમાંથી ૦૩ બોટલ વેલ્ફેર હોસ્પીટલ ભરૂચ પાસે અને ૦૩ નાના બોટલ મદની હોસ્પીટલ પાસે છે. આજથી એવા બોટલો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, દર્દીની હાલત ધ્યાનમાં રાખી સમજદારી પૂર્વક વહેલી ટકે પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. ૨૦-૨૫ બોટલ ભેગા થતાંજ ૧૦ દર્દીઓથી કોવીદ કેર સેન્ટર ટંકારીયાની શરૂઆત વહેલી ટકે કરી દેવામાં આવશે.

ઓક્સીજનની લાઈન ખેંચવાની પણ ચર્ચા થઇ પરંતુ જો ઓક્સીજનની લાઈનની રાહ જોવામાં આવે તો બીજા ૦૭ થી ૧૦ દિવસ રાહ જોવી પડે એટલે ઓક્સીજનના બોટલથી કોવીદ કેર સેન્ટરને કાર્યરત કરી દેવામાં આવે એવું નક્કી થયું અને સાથે સાથે ઓક્સીજનની લાઈન નાખવાનું કામ પણ કરવામાં આવશે. આ માટે ઓક્સીજન લાઈનના કોન્ટ્રાકટરોને આજે બોલાવેલા છે જેઓ ઓક્સીજનની લાઈનનું માપ લઈ આપણને એસ્ટીમેટ આપશે. ઓક્સીજનની લાઈન વહેલી ટકે નંખાય જાય અને બહાર ઓક્સીજનની ટેંક લાગી જાય એ માટેના જરૂરી તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે જેથી બોટલની માથાકૂટ નીકળી જાય અને આપણા ૧૦૦ બેડના લક્ષને વહેલી ટકે પહોંચી શકાય. હકીકતમાં ૧૦૦ દર્દીઓ માટે દરેક પ્રકારની સુવિધાઓ સાથેના કોવિડ કેર સેંટર માટે ૧-૨ મહિનાઓની સખત મહેનતની જરૂરત પડે. આ પાયલોટ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ કરવા માટે ટંકારીયાના લોકો સખત મહેનત કરી રહ્યા છે. આપ સૌ ખૂસુસી દુઆઓ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*