ટંકારીઆ ગામે કોરોના દર્દીઓની સારવાર ઘર આંગણે

ટંકારીઆ ગામે તાત્કાલિક ધોરણે ૨૫ બેડ સાથે કોવિદ સેંટર કાર્યરત થતા લોકોમાં આનંદની લાગણી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામજનોના સાથસહકારથી પાદરીયા ગામ તરફ આવેલ દારુલ બનાતમાં હાલમાં ૨૫ બેડ સાથેનો કોવિદ સેંટર કાર્યરત કરવાંમાં આવ્યું છે. અને જેમ જેમ જરૂરત પડશે તેમ તેમ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે,
હાલ કોરોનાની મહામારીએ માથું ઉંચકતા ગામે ગામ કોરોના ના સંક્રમણ ના કેસોમાં વધારો થાય રહ્યો છે. કોરોના નો કહેર વર્તાતા ગામ લોકો કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. જેના કારણે ભરૂચ, પાલેજ ખાતે બનાવેલ કોવિદ હોસ્પિટલ સાથે ખાનગી દવાખાનાઓ પણ હાઉસફુલ થઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં ગામલોકોના તથા પરગામના લોકોના સાથ સહકારથી તથા ગામના તથા પરગામના એન.આર.આઈ. ભાઈઓના સહકારથી કોરોના મહામારીમાં દોડધામ કરવી ના પડે અને ગામમાં જ સારવાર મળી રહે તેવા ઉમદા આશય થી હાલમાં ૨૫ બેડ સાથેનું કોવિદ કરે સેંટર ઉભું કરવામાં આવ્યું છે. અને ઓક્સિજન ઓન લાઈન ૩ થી ૪ દિવસમાં કાર્યરત થતા બીજા બેડ ઉભા કરવામાં આવશે.

Janab Mahek Tankarvi was inspired to write a poem in praise of Tankarvi. It focus on the current situation, many qualities of Tankarvis, including unity: વાહ રે ટંકારવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*