ટંકારીઆ તથા પંથકને ભીંજવતો મેઘો

લગભગ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસુ લગભગ બેસી ગયું છે. ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે મળસ્કે ૩ વાગ્યાના સુમારથી રહેમનો વરસાદ પડવાનું ચાલુ થઇ ગયું છે. ઝરમર ઝરમર વરસાદે સમગ્ર ટંકારીઆ ને ભીંજવી દીધું છે અને ગરમીથી છુટકારો મળ્યાનો અહેસાસ થયો છે. ખેડૂત વર્ગ પણ ઝૂમી ઉઠ્યો છે. હવે ખેડૂતો પોતાની ખેતીના કામ માં જોતરાઈ જશે. અલ્લાહ તઆલા તેના હબીબ સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ ના સદકામાં ખેત ખલિયાન આબાદ ફરમાવે અને બરકતોથી માલામાલ કરે અને કોરોના જેવી મહામારી થી તમામ ની હિફાઝત ફરમાવે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*