ટંકારીઆ માં કોંગ્રેસ ની જાહેરસભા યોજાઈ

મજહબના નામ પર ભાગલા પાડવાથી ક્યારે કોઈનું ભલું થઇ શકતું નથી : શક્તિસિંહ ગોહિલ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે બપોરે  ધમધોખતા તાપમાં કોંગ્રેસ ની ચૂંટણીલક્ષી જાહેરસભા ટંકારીયાના મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક અને કહોના પ્યાર હે ફેમ બોલીવુડની અભિનેત્રી અમિષા પટેલ તથા શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા.

વિશાલ જનમેદની વચ્ચે સભાને સંબોધતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા ચાબકા ફટકાર્યા હતા. તેમને તેમના પ્રવચનમાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે આ લડાઈ વિચારધારાની લડાઈ છે, તેમને ભાજપ ની વિચારધારાને જીઓ ઓર માર ડાલો વિચારધારા તરીકે ગણાવી હતી જયારે કોંગ્રેસની વિચારધારાને જીઓ ઓર જીને દો વિચારધારા સાથે સરખાવી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે “મજહબના નામ પર ભાગલા પડવાથી કોઈનું ભલું થઇ શકતું નથી” શક્તિસિંહ ગોહિલે ભાજપ ના ૨૦૧૪ ના વચનોને ચૂંટણી જુમલા તરીકે ગણાવ્યા હતા. તેમને હાલમાં કોંગ્રસે ત્રણ રાજ્યોમાં સત્તા પ્રાપ્ત કાર્ય બાદ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે જેમાં તમામ વર્ગના લોકો તથા તમામ ધર્મના લોકો ખેતી કરે છે અને ઉદ્યોગપતિઓની તાકાત નથી કે તેઓ અનાજનો એક દાણો ઉગાડી શકે. તેમને એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રસ સત્તા પર આવશે તો ખેડૂતો માટે અલગ બજેટ બહાર પાડવામાં આવશે. તેમને એમ પણ જણાવ્યું હતુંકે મોદી સરકારે તેમના ૫ વર્ષના શાશનકાળમાં ખેડૂતોનું દેવું માફ કર્યું નથી. શક્તિસિંહ ગોહિલે વડોદરા થી સુરત સુધી ઉદ્યોગોનો કોરિડોર ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલે ઉભો કર્યો તે પણ લોકોને યાદ અપાવ્યું હતું.

ત્યાર બાદ અમિષા પટેલે તેમના ટૂંકા ભાષણમાં કહોના પ્યાર હે ના ગીતની ધૂન સાથે ભાષણની શરૂઆત કરી હતી. તેમને કોન્ગ્રેસ્સ ના  ઉમેદવાર શેરખાન પઠાણ ને જંગી બહુમત થી જીતી લાવવાની હાકલ કરી હતી. ત્યાર બાદ ભરૂચની સીટના કોન્ગ્રેસ્સ ના ઉમેદવાર શેરખાન પઠાણે પોતાને કોઈ પણ જાતના મતભેદ ભૂલી જઈ તેમને વોટ આપવાનું આહવાન કર્યું હતું.

સમગ્ર સમારંભનું આયોજન જિલ્લા પંચાયત ના માજી સભ્ય મકબુલ અભલી તથા અબ્દુલ્લાહ ટેલરે તથા ગ્રામજનોએ સખત ગરમીમાં ખડે પગે રહી કર્યું હતું.

1 Comment on “ટંકારીઆ માં કોંગ્રેસ ની જાહેરસભા યોજાઈ

  1. All the best to sherkhan pathan saheb! May Allah taala bless him a lot! People needs khush hali not mayushi! Love is the Requirement for vikas. Hate is the failure! Aise vikas ka koi matlab nahi hota! United India! We all are Indians! We love our country more than anything!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*