ટંકારીઆ માં પ્રિમોન્સુન ની કામગીરી આરંભાઈ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાંથી પસાર થતો વરસાદી કાન્સ કે જે છેલ્લા ૩ વર્ષથી સાફસફાઈ વગર અધૂરો રહ્યો હતો તેની સાફસફાઈ નું કામ આજે થતા ગામલોકો માં હાશકારો અનુભવાયો છે.
ટંકારીઆ ગામની વચ્ચે થી પસાર થતો વરસાદી કાન્સ કે જેમાં આજુબાજુના ગામોનું પાણી તથા સમગ્ર ગામનું વરસાદી પાણી પસાર થાય છે જેમાં બિનજરૂરી વનસ્પતિ અને કાદવકિચડનું પ્રમાણ વધી ગયું હતું તેને આજરોજ જિલ્લા પંચાયત તથા ગામપંચાયત ના સહયોગથી સાફસફાઈ ના કામ નો આરંભ થતા ગામના પાદર અને આજુબાજુમાં નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. કેમ કે જો કાન્સ વરસાદમાં ભરાઈ જાય તો ગામના પાદરમાં અને નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ જવાનો ડર રહેતો હતો.
ગામપંચાયત ના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા માજી જિલ્લા પંચાયત ના સદસ્ય મકબુલ અભલી અને અબ્દુલ્લાહ ટેલર ના અથાગ પ્રયત્નોથી આ સાફસફાઈ નું કામ સરળ બનું હતું. જે બદલ ગામલોકો એ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સાફસફાઈ અભિયાન ની દેખરેખ ઉસ્માન લાલન અને યાસીન શંભુ એ ખડે પગે રહીને રાખી હતી.

1 Comment on “ટંકારીઆ માં પ્રિમોન્સુન ની કામગીરી આરંભાઈ

Leave a Reply to ઝુબેર હાજી Cancel reply

Your email address will not be published.

*