1 … 50 51 52 53 54 … 525

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગતરોજ ભારે પવનના સપાટા સાથે વરસાદી માવઠું થયું હતું. હવામાન ખાતાની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ તોફાની પવન સાથે ગાજ-વીજ સાથે વરસાદ પડતા લોકોમાં અચરજ ફેલાઈ ગયું હતું.
સોમવારે સમી સાંજે પહેલા ભારે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ સૂસવાટાભેર પવન ફૂંકાયો હતો. જેને કારણે મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા, સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો. ટંકારીઆ ગામમાં આશરે ૬ વીજપોલ જમીનમાંથી ઉખડી જવા પામ્યા હતા. જેને કારણે વીજપુરવઠો આખી રાત બંધ રહ્યો હતો. ત્યારબાદ ગામના ડીજીવીસીએલ ના લાઇનમેનની ભારે જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.
આ લખાય છે ત્યારે પણ હવામાનખાતાએ લોકોને ભારે વરસાદની ચેતવણી આપી છે.

આજરોજ સમગ્ર રાજ્યના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલ નું પરિણામ ૯૩% આવ્યું છે. એટલે કે કુલ ૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
ટંકારીઆ હાઈસ્કૂલના શિક્ષકોને ખુબ ખુબ અભિનંદન. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળાના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભુતા તથા શાળાના આચાર્ય ગુલામભાઇ પટેલે અને શિક્ષકોએ ખુબખુબ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી અભ્યાસક્રમોમાં પણ આ રીતે તનતોડ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. 

મદ્રસા એ મુસ્તુફાઈય્યાહ ટંકારીયાના તુલ્બાઓનો વાર્ષિક ઈનામી જલ્સો ગતરોજ ઈશાની નમાજ બાદ મોટા પાદર ખાતે યોજાયો હતો. નાના નાના ભુલકાંઓએ પોતાની વિવિધ દીની કૃતિઓ રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આપણા ગામના હાજીઓ આજે અમદાવાદથી પહેલી ફ્લાઈટમાં હજમાં જવા માટે રવાના થઇ ગયા છે. તેઓ સૌ પ્રથમ મદીના શરીફ જશે.  અલ્લાહ એમની સફર આસાન ફરમાવે અને હજના તમામ અરકાનને અલ્લાહ આસાન ફરમાવે. અલ્લાહ એમની હજ કબુલ ફરમાવે.

તમામ ને હજ મુબારક………..

1 … 50 51 52 53 54 … 525