સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગતરોજ ભારે પવનના સપાટા સાથે વરસાદી માવઠું થયું હતું. હવામાન ખાતાની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ તોફાની પવન સાથે ગાજ-વીજ સાથે વરસાદ પડતા લોકોમાં અચરજ ફેલાઈ ગયું હતું. સોમવારે સમી સાંજે પહેલા ભારે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ સૂસવાટાભેર પવન ફૂંકાયો હતો. જેને કારણે મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા, સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો. ટંકારીઆ ગામમાં આશરે ૬ વીજપોલ જમીનમાંથી ઉખડી જવા પામ્યા હતા. જેને કારણે વીજપુરવઠો આખી રાત બંધ રહ્યો હતો. ત્યારબાદ ગામના ડીજીવીસીએલ ના લાઇનમેનની ભારે જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. આ લખાય છે ત્યારે પણ હવામાનખાતાએ લોકોને ભારે વરસાદની ચેતવણી આપી છે.
Leave a Reply