News
ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં પ્રાથમિક કુમાર શાળા ટંકારીઆ પ્રથમ ક્રમાંકે વિજેતા
ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે જણાવવાનું કે આજ રોજ ટંકારીઆ ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કારેલા પ્રાથમિક શાળામાં યોજાય ગયો.
આ ઉત્સવના ચારેય વિભાગમાં ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.રેહાન યાસીન બાપા,મહંમદ સલીમ પાવડિયા, અયાન ઝુબેર દલાલ અને નિમેષ હસમુખ વસાવા એ પોતપોતાના વિભાગમાં ખૂબ જ સરસ પ્રદર્શન કરેલ.એમાં બાળ કવિ વિભાગમાં રેહાન યાસીન બાપાની ઉત્તમ કવિતા અને મનમોહક રજૂઆતએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને આ વિભાગમાં રેહાન પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયેલ છે.જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે.ટંકારીઆ કુમાર શાળા વિવિધ ક્ષેત્રે પોતાનું નામ ઉજાગર કરે છે એ આપણાં સૌ માટે ખુશીની બાબત છે.
અલ્લાહથી દુઆ છે કે આપણી શાળા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગામનું નામ રોશન કરે એવી દિલી દુઆ છે.

વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત કલસ્ટર કક્ષા કલા ઉત્સવ સ્પર્ધાનું કારેલા પ્રાથમિક શાળામાં ભવ્ય આયોજન….
એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫ – ૨૬ પ્રાથમિક વિભાગના ધોરણ: ૬ થી ૮ ના વિદ્યાર્થીનીઓએ કારેલા પ્રાથમિક શાળામાં વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત કલસ્ટર કક્ષા કલા ઉત્સવ સ્પર્ધાનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં કલા ઉત્સવ સ્પર્ધામાં ૨૦ (વીસ) જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં અત્રેની શાળાની વિદ્યાર્થીનીએ ઓટલાવાલા ફાતેમાએ બાળ કવિ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. અને ચિત્ર સ્પર્ધામાં દીવાન ફાતેમા ચોથા ક્રમાંક મેળવ્યો. તેમજ માધ્યમિક વિભાગ માંથી ધોરણ: ૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓએ એ. એમ. દુકાનવાલા સાર્વજનિક હાઇસ્કૂલ, ઝંઘાર ખાતે યોજાયેલ વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત Q.D.C. કક્ષાના કલા ઉત્સવમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની ઇસપ આફરીન બાળ કવિ સ્પર્ધામાં દ્રિતીય ક્રમાંકે પ્રાપ્ત કર્યો અને જેટ માહીરા ચિત્ર સ્પર્ધામાં ચોથા ક્રમાંકે રહી શાળા તથા ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું. બીજા દિવસે શાળામાં સવારે પ્રાર્થના સંમેલનમાં શાળાના પ્રમુખ શ્રી હાજી ઇશાક મહમદ અશરફીએ અને શાળાના પ્રિન્સીપાલે તેમજ તેમની સાથે જનાર માર્ગદર્શક શિક્ષક મુસ્તાક પટેલ એમ તમામને કલા ઉત્સવ સ્પર્ધાની સફળતા બદલ અભિનંદન આપ્યા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી.

ટંકારીઆ ક્લસ્ટર કક્ષાનું કલાઉત્સવ પ્રદર્શન યોજાયું
તારીખ ૨૭/૧૧/૨૦૨૫ ને ગુરુવારના રોજ પ્રાથમિક શાળા કારેલામાં ક્લસ્ટર કક્ષાનો કલાઉત્સવ યોજાયો હતો. જેમાં બાળકવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન, સંગીત વાદન જેવા વિભાગો હતા. જેમાં બ્રાન્ચ કુમારશાળા ટંકારીઆનો વિદ્યાર્થી નામે ફૈઝ ઇકબાલ સામલી [ધોરણ-૮] “ગુજરાત વિશ્વનું વિકાસ એન્જીન” પર ખુબ સુંદર ચિત્ર દોરી પ્રથમ નંબરે વિજેતા થયો હતો અને શાળાનું તથા ગામનું નામ રોશન કર્યું છે. હવે તાલુકા કક્ષાએ પણ ખબૂ સુંદર પ્રદર્શન કરે એવી શુભકામનાઓ…….

Death News from Tankaria
ZAIBUNBEN W/O VALIBHAI MADHI passed away………….. Inna Lillahe Wainna Ilayhe Rajeu. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush.
ટંકારીઆમાં સઘન વીજ ચેકીંગ હાથ ધરાઈ
આજરોજ બુધવારે વહેલી સવારે મીઠી નીંદણ માણી રહેલા કસ્બા ટંકારીઆના લોકો વીજ ચેકીંગનું ધાડું ગામમાં પ્રવેશી જતા લોકો સફાળા જાગી ગયા હતા. સમગ્ર ગામમાં તબક્કાવાર ટુકડીઓ બનાવી આશરે ૭૦ ગાડીઓના કાફલા સાથે વીજ કર્મીઓ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેંચાઈ જઈ વીજ ચેકીંગ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફક્ત ટંકારીઆ ગામમાંથી ૩૦ વીજ મીટરોમાં ગેરરીતિઓ ઉજાગર થઇ છે. અને આશરે ૪૦ લાખનો દંડ ગેરરીતિ કરનાર વીજગ્રાહકોને ફટકાર્યાના સમાચાર પ્રાપ્ય છે. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ટંકારીઆમાં એસ.આઈ.આર. ફોર્મ ભરવા તથા જમા કરાવવાનો સામુહિક કાર્યક્રમ યોજાયો
આજે રવિવારના રોજ ટંકારીઆમાં દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં લોકોના એક મહત્વના કામ એસ.આઈ.આર. ના ફોર્મ ભરવા તથા જમા કરાવવાનો પ્રોગ્રામ ગ્રામ પંચાયતના ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જે લોકોને ફોર્મ ભરવાની સમજણ ના પડી હોય, ફોર્મ વિતરણ ના થયા હોય તેવા ભાઈ-બહેનોને ગામના તમામ બી.એલ.ઓ. હાજર રહી ઊંડાણપૂર્વકની સમજણ સાથે ફોર્મ ભરી આપ્યા હતા આ કામમાં ગામના નવયુવાનોએ પણ ખડેપગે હાજર રહી તમામ લોકોને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી આપવામાં મદદ કરી હતી.
ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા તથા ગામના નવયુવાનોએ કુનેહપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.


એક નવી પહેલ. ટંકારીઆ ગામના લોકો દ્વારા ગામના લોકો માટે
અલહમ્દુલીલ્લાહ આપણા ગામમાં એક નવી પહેલ બ્લડ ડોનેટ ના રૂપ માં શરૂ કરવા જઈ રહ્યા છે
અચાનક કોઈ વ્યક્તિ બીમાર પડે, કોઈ ગંભીર બાબત હોય.કે અકસ્માત સર્જાયો હોય એવા સંજોગોમાં તાત્કાલિક બ્લડ ની જરૂર પડે ત્યારે ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ વાત ને ધ્યાન માં લઇ ને આપણે ટંકારીઆ ગામમાં બ્લડ ડોનેટ ગ્રુપ બનાવવા જઈ રહ્યા છે જેમાં ગામના દરેક મહોલ્લા દીઠ ઓછામાં ઓછા .૧૦ વ્યક્તિ કે તેથી વધુ થાય તો પણ ધણું સારૂ તેવા વ્યક્તિઓ જરૂર છે.
અમને આશા છે આવાં નેક કામમાં કોઈ પાછું નહીં હટે.
આપણું ગામ હર હંમેશ મદદ કે હેલ્પ ની જરૂર હોય ત્યારે આપણું ગામ સૌથી અગ્રેસર હોય છે. બીજા ગામો આપણાં ગામની મિશાલ આપતા હોય છે, તો આ નેક કામમાં પણ તમે સામેલ થઈને ખીદમત નો મોકો આપશો.
તમારું બ્લડ ગ્રુપ ચેક કરવા માટે.નીચે આપેલ સ્થળો નો સંપર્ક કરો જેમાં તમને ફ્રી માં બ્લડ ટેસ્ટ કરી આપવામાં આવશે.
હમણાં કોઈ ને બ્લડ આપવા નુ નથી, ફક્ત બ્લડ ગ્રુપ ચેક કરવાનુ છે જરૂર પડશે ત્યારે તમને બોલાવવામાં આવશે
TANKARIA WEATHER