1 … 32 33 34 35 36 … 525

ALTAF UMARJI GANDA [Ex-Deputy Sarpanch] passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 9pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

આજરોજ શનિવારે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલ ટંકારીઆમાં વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનનો  વર્ષ  ૨૦૨૫-૨૬ માટેનો સ્કોલરશીપ લોન્ચિંગ કાર્યક્રમ મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ WBVF સ્કોલરશીપ એપની ઊંડાણપૂર્વકની માહિતી ડો. મહમ્મદ જલેબીયાએ હાજર રહેલા કો-ઓર્ડીનેટરોને આપી હતી. સંસ્થાની શિક્ષણ સમિતિના પ્રમુખ ડો. ઇસ્માઇલભાઈ પટેલે સંસ્થાની સવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી. તેમણે સમાજના  હકદાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ લેવાની હાકલ કરી હતી. ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાને સલાહ સૂચનો કર્યા હતા.

ત્યારબાદ સંસ્થાના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાશીર પટેલે પોતાના આગવા અંદાજમાં હાજરજનોને સંબોધિત કર્યા હતા. તેમણે સંસ્થાની માહિતી હાજરજનોને પ્રદાન કરી હતી. બાદમાં ટંકારીઆ ગામમાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ WBVF દ્વારા આયોજિત  “સફરે ઇત્તેહાદ” કાર્યક્રમને સફળ બનાવવા માટે  ટંકારીઆ ગામના ૭૦ જેટલા યુવાનોને સન્માનપત્રો (Certificate of Appreciation) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ યુસુફભાઇ જેટ દ્વારા કરવામાં આવી હતી; તેમણે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલના પ્રમુખ ઇશાક માસ્તર અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ રૂરલ 1 (BR1) બ્લોકના ૨૯ ગામો અને આમોદ બ્લોકના ૬ ગામોના ૮૫ ગામ સંયોજકો પૈકી મોટાભાગના ગામ સંયોજકો તથા ભરૂચ રૂરલ 1 ના બ્લોક સંયોજક યુસુફભાઈ જેટ ઉપરાંત લાલા સાહેબ, મુસ્તાક સાપા, તલ્હા પટેલ, અઝીઝ ટંકારવી, ટંકારીયાના માજી સરપંચ ઝાકીર ઉમતા , નાસીર લોટીયા, સઇદ બાપુજી, યુનુસ ખાંધિયા, મોહસિન મઠિયા નિવૃત્ત સબ-રજિસ્ટ્રાર ફારૂકભાઈ, ગુલામ ઇપલી, સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાકમાસ્ટર પટેલ, યાકુબભાઈ બોડા તથા ટંકારીઆ ગામના નવયુવાનો મોટી સંખ્યામાં  હાજર રહ્યા હતા. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના નવયુવાન મેનેજર મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું.

Maulana Imran Maulana Ismail Mukardam [Patel] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah kabrastan after Jumma prayer, May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen….

ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર સ્થિતિમાં મુકાયેલા જોવા મળે છે. જોકે વરસાદ હાલમાં એકદમ ધીમી ધારે પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વરસાદના પાણી જો ખેતરોમાં ભરાઈ રહે તો ઉભા પાકને પારાવાર નુકશાન થઇ શકે છે. હવામાન ખાતાએ તારીખ બીજી નવેમ્બર સુધી વરસાદની આગાહી પણ કરી છે. અલ્લાહ તઆલા રહેમ ફરમાવે અને ખેતીને હરી-ભરી રાખે અને ખેડૂતોને ખેતીમાં બરકતી વળતર આપે.

યા અલ્લાહ…….. ખેડૂતોને ખેતીમાં તરક્કી આપી આ મહેનતકશ જીવોને ખુશ ખુશાલ કરી આપજે. 

આપણા ગામ ટંકારીઆના માજી ડેપ્યુટી સરપંચ અલ્તાફ ઉમરજી ગાંડા કે જેઓ અસાધ્ય બીમારીમાં સપડાયેલા છે. તેઓની તબિયત વધુ પડતી લથડી ગયેલ હોય, આપ તમામ ભાઈ-બહેનોને તેમની તંદુરસ્તી માટે દુઆ કરવાની અપીલ કરવામાં આવે છે. પાક પરવરદિગાર અલ્તાફને શિફાએ કુલ્લી અતા ફરમાવ અને આફીયત નો ફેંસલો અતા ફરમાવ. આમીન…..

Aiyub Musa Rethda (Brother of Rethda Lala) passed away….. Innam lillahe wainna ilayhe rajeun. Namaj e janaja after Asr prayer at Hashamshah (RA) Kabrastan. May ALLAH (SWT) Grant the best place in jannatul firdaush.

દુઃખદ સમાચાર

મર્હુમ હાજી હનીફ મુસા નાથલિયા (આંબાવાડી બસ સ્ટેન્ડ પાસે) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે .إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ અલ્લાહ તઆલા મર્હુમને જન્નત-ઉલ-ફિરદોસમાં આલા દરજ્જો આપે અને પરિવારજનોને સબ્ર-એ-જમીલ અતા કરે. આમીન. મર્હુમની દફનવિધી આજે રાત્રે ૧૦:૦૦ કલાકે ભડભાગ કબ્રસ્તાનમાં થશે.

Marhum Haji Hanif Musa Nathaliya passed away .إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ. May Allah grant him all highest ranks of Jannat-ul-firdous and sabr-e- jameel to all family members. .آمين  Janaja Prayer will be held at Bhad Bhag Graveyard tonight at 10:00 pm.

Hajiyani BIBIBAHEN W/O MUSTAK MASTER RAKHDA (MOTHER OF DR. MOHSIN RAKHDA) passed away …. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH (SWT) grant superior place in Jannatul firdause. Ameen …. 

1 … 32 33 34 35 36 … 525