ટંકારીઆ તથા પંથકમાં ભર શિયાળે ગતરોજ સાંજથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ ઝરમર વરસાદ ના છાંટાઓ શરુ થતા રસ્તાઓ ભીંજાયા હતા. જેને પગલે ખેડૂતો ના માથા પર ચિંતાની લકીરો ખેંચાઈ હતી. હાલમાં શિયાળુ પાક લગભગ તૈયાર થઇ ગયો હોય તેને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ કમોસમી વરસાદને પગલે ઠંડીનું પ્રમાણ સહજ ઊંચું જોવા મળ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ વાતાવરણ માં પલટો આવશે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી હતી જે સાચી ઠરી હતી. આખી રાત ટપક ટપક વરસાદ પડ્યો હતો અને સવારે પણ ઝરમર ઝરમર છાંટા પડવાનું આ લખાય છે ત્યારે પણ ચાલુ છે.

ટંકારીઆ ગામના દિલબહાર વ્યક્તિત્વ ધરાવતા હાજી મુખ્તાર ખાંધિયા એ આજે ટંકારીઆ ગામને એક નવલું નજરાણું રૂપી “બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટ” ના નામે ખાવાપીવાની હોટલ નો શુભારંભ કર્યો હતો જેનું ઉદ્ઘાટન મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્તાર ખાંધિયાને ખુબ ખુબ અભિનંદન. હાજી સાહબ ગામના લોકોને હેલ્થી અને સ્વાદિષ્ટ આઇટમો બનાવી પીરસસો એવી અભ્યર્થના.

શિયાળાની ઠડી ધીમે ધીમે તેના જુવાનીના સ્તર પર પ્રયાણ કરી રહી છે ત્યારે ટંકારીઆ ની બઝારમાં તાજા શાકભાજીનું આગમન શરુ થઇ ગયું છે. લીલીછમ તુવેરની સીંગો, ફુલાવર, કોબીજ, ગાજર, ચીભડાં, લીલા વટાણા, રીંગણાં, વિગેરે મનમોહી લે તેવા શાકભાજીની સાથે સાથે સફરજન, કીવી, સંતરા જેવા ફળો પણ બઝારમાં પધારી ચુક્યા છે. શરીરની ઉર્જાને રિચાર્જ કરવાની સીઝન શરુ થઇ ગઈ છે.

The arrival of fresh vegetables with the pleasant cold of winter The arrival of fresh vegetables in the market of Tankaria has started at a time when the winter cold is slowly departing to its youthful level. Fruits like apples, kiwis, oranges are also available in the market along with lush vegetables like cauliflower, Cabbage, Cucumber, Carrot, green peas etc. The season to recharge the body’s energy has begun.

SULEMAN MOHMED SUTARIYA [RAYANWALA] PASSED AWAY AT BHARUCH……INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.