Death news from Tankaria
Hajiyani Aminaben Haji Daudbhai Miyanjee [Sister in low of Dr. Miyanji] passed away. Inna lillahe wainna ilayher ajeun. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.
TANKARIA WEATHER
Hajiyani Aminaben Haji Daudbhai Miyanjee [Sister in low of Dr. Miyanji] passed away. Inna lillahe wainna ilayher ajeun. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.
Below are glimpses of some photos of Tankaria’s last visit
















શિયાળાની ઠંડી નો ચમકારો દિવસે દિવસે વધતો જાય છે માલેતુજારો અને સક્ષમ લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેના ઉપાયો કરતા હોય છે પરંતુ ગરીબ તબક્કો ગરમ ધાબળા અને ઠંડીથી રક્ષણ મેળવવા માટેના સાધનો લાવવામાં અક્ષમ હોય છે જેને ધ્યાનમાં રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા ૫૦ નંગ ગરમ ધાબળા નું મફતમાં વિતરણ જરૂરિયાતમંદોને કરવા આવ્યું હતું. ટ્રસ્ટના કાર્યકર્તાઓ જણાવે છે કે હજુ પણ વધુ જરૂરિયાતોને ગરમ ધાબળા પહોંચાડવા માટે દાનવીરોને દાન કરવાની અપીલ કરે છે. તેમજ અત્રે યાદ અપાવવું જરૂરી છે કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા સંચાલિત મદની શિફાખાના ના નામે રાહતદરનું દવાખાનું પણ કાર્યરત કરેલું છે. જેમાં ફક્ત ૨૦ રૂપિયાની નજીવી ફી લઈને સારવાર સાથે જરૂરી દવાઓ પણ આપે છે તો આ ઉમદા કાર્ય ને આગળ ધપાવવા માટે દાનવીરો તરફથી દાનની ખાસ જરૂરત હોય દાનવીરોને દાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તબારક વ તઆલા આ ટ્રસ્ટ ને દિન દુગુની રાત ચોગુની તરક્કી અતા ફરમાવી દીનદુઃખીયાઓની મદદ કરવાની બેહતર શક્તિ પ્રદાન કરે એજ દુઆ.






A marriage function of “MOHMEDFAIYAZ” S/O Ibrahimbhai Boda held at Darul ulum community hall, Tankaria today.


















A marriage function of “AZIMA D/O SULEMAN MALJI [HALLU KAKA]” held at Nana Padar Tankaria.















ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પારખેત રોડ પર આવેલા ઝમઝમ પાર્ક માં રહેતા મૂળ કાવી ગામના જુનેદ અબ્બાસ અમેરિકન કે જેઓ સીતપોણ શાળામાં શિક્ષક છે તેઓના ઘરે ચોરી થયાનો બનાવ બનતા ચકચાર ફેલાઈ જવા પામ્યો છે.
હાલમાં ઠંડીની ઋતુ શરુ થઇ ગઈ હોય અને લોકો મીઠી નીંદણ માણી રહ્યા હોય ચોરો માટે મોકળું મેદાન મળી જાય છે જે અંતર્ગત મળતી માહિતી અનુસાર મૂળ કાવી ગામના વતની અને ટંકારીયાના ઝમઝમ પાર્કમાં રહેતા જુનેદ અબ્બાસ અમેરિકન દિવાળીનું વેકેશન પડ્યું હોય પોતાના માદરે વતન કાવી ખાતે ગયા હતા તે દરમ્યાન તેમના રહેણાંકમાં તારીખ ૦૪/૧૧/૨૦૨૦ ના સાંજે ૪:૩૦ કલાક થી ૧૭/૧૧/૨૦૨૦ ના રાત્રીના ૧૦ કલાક દરમ્યાન કોઈ પણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો એ રહેણાંકના મકાનના બીજા માળે આવેલ દાદર પર ના દરવાજા ની સ્ટોપર તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરના ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળે રાખેલ તિજોરીના અંદરના ડ્રોઅર ને મરેલા તાળાં તોડી તિજોરી તેમજ ગલ્લાઓમાં મુકેલ રોકડા રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર તેમજ સોના ચાંદીના દાગીના કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ છવ્વીસ હજાર મળી કુલ રૂપિયા ૬,૨૬, ૦૦૦ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
બનાવની જાણ પાલેજ પોલીસ સ્ટેશનમાં થતા પાલેજના પી.એસ.આઈ. બી. પી. રજ્યા તથા તેમની કુમક ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનાવારી જગ્યા પર એફ. એસ. એલ. તથા ડોગ સ્કોવોડની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસ ગુનાના સ્થળની પાસેના સી.સી.ટી.વી. કેમેરાની પણ મદદ લઇ ગુનેહગારો ના મૂળ સુધી પહોંચવાની પણ કોશિશ કરે છે તેમ પણ જાણવા મળ્યું છે. આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોય તેમ નકારી શકાય તેમ નથી.





