મર્હૂમોને ઇસાલે સવાબ માટે એક અદભુત પહેલ
જ્યારે ગામમાં કોઈ ભાઈ-બહેન નો ઇન્તેકાલ થાય છે ત્યારે લોકો મર્હુમના ધરે તાજીયત માટે બેસવા જાય છે ત્યારે ત્યાં બેસીને જાણે- અજાણે દુન્યવી વાતો તરફ ધ્યાન જવાની સંભાવના રહે છે. મર્હુમની તાજીયત માટે એકઠા થયેલા લોકો ગમગીનીના આવા ખાસ પ્રસંગોમાં જ્યારે હાજરી આપે ત્યારે વિર્દો વઝાઇફમાં એ સમય પસાર કરે અને મર્હુમને ઇસાલે સવાબ પહોંચાડી મગફીરતની દુઆ કરે એવા નેક મકસદને ઘ્યાનમાં રાખી નાના પાઉચ માં પ્લાસ્ટીકના ચીચ્યા ભરેલા છે. તાજીયત માટે આવનાર દરેક ભાઈ આ પાઉચ લઇને જ પોતાની જગ્યા પર બેસે અને આ પ્લાસ્ટીકના ચીચ્યા પર વિર્દ – વઝાઈફ – દુરૂદ શરીફ પઢે અને ઇન્તેકાલ થયેલ મર્હુમ કે મર્હુમા માટે ઈસાલે સવાબ કરે જેનાથી મર્હુમોની રુહો ખુશ થાય અને એમની મગફીરત નો એક જરીયો બને એ હેતુથી આ એક અહમ પહેલ શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. દર શુક્રવારે અસરની નમાજ પછી અને ખાસ મુબારક દિવસોમાં ગામની મસ્જીદોમાં યોજાતી મહેફીલોમાં શીરકત કરનાર લોકો ભેગા મળીને આવા પ્લાસ્ટીક ના ચિચ્યાનો ઉપયોગ કરી અગણિત દુરૂદો અને વઝાઇફ વર્ષોથી પઢતા આવ્યા છે, બસ તે મુજબ તાજિયતના સમયે પણ લોકો આવા નેક કામો તરફ વળે એ માટેની આ પહેલ છે.
જે ભાઈ બહેનને આ ચીચ્યાની પેટી અને પાઉચની જરૂર પડે તે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીયા બ્રાન્ચ ( મદની શીફાખાના ) પર થી મેળવી શકે છે.
નોંધ. ત્રણ દિવસ સુધી મર્હુમની તાજીયત માટે બેસવાનુ હોય છે માટે ત્રણ દિવસ પુરા થાય કે તરત ખાસ તાકીદ રાખી બીજાઓની ફીકર રાખી જાતે પોતે આ પેટી શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ પર પરત જમા કરાવી આપે એવી નમ્ર ગુજારીશ છે.
( આ એક નિશુલ્ક સેવા છે. )
સ્થળ: શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શીફાખાના દવાખાના, બેન્ક ઓફ બરોડા પાસે,
ટંકારીઆ.
Leave a Reply