1 27 28 29 30 31 876

HAJI AHMEDSAHEB LOTIYA [FATHER OF NASIRHUSAIN, SHEHNAZ, MAKSUDA, SAJEDA, MUNAFHUSAIN LOTIYA] passes away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard at 3:30pm today. May ALLAH [SWT] grant superior place in to Jannatul Firdaush. ALLAH [SWT] provide Sabr-e-Jamil to his family. Ameeen.

શિક્ષણવિદિત હાજી અહમદસાહેબ લોટીયા [નાસીરહુસેન લોટિયાના પિતા] અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. અલ્લાહ સુબ્હાન વ તઆલા મર્હુમની મગફિરત ફરમાવી જન્નતમાં ઉચ્ચ દરજ્જો આપે. અલ્લાહ તઆલા મર્હુમના કુટુંબ કબીલાને સબ્ર અતા ફરમાવે. આમીન.

શિયાળો એટલે એકદમ ઠંડીની ઋતુ આ સમયે દિવસ કરતા રાત્રી દરમ્યાન ઠંડીની અસર વધુ તેજ થઇ જાય છે અને લોકો તેનાથી બચવા અવનવા ગરમ પોશાક તથા અવનવી રીતો દ્વારા ઠંડીથી રક્ષણ મેળવતા નજરે પડે છે. પરંતુ ઘર વિહોણા કે માનસિક અસ્થિર અથવા મજૂરવર્ગ પાસે આવા વસ્ત્રો કે ગરમ ધાબરા ખરીદવાના પૈસા ના હોવાથી તેઓ ફૂટપાથ કે રસ્તા પર ખુલ્લા આકાશ નીચે કડકડતી ઠંડીમાં પોતાની જિંદગી પસાર કરતા દેખાય છે. આ દર્દને ધ્યાને રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયાના હોદ્દેદારોએ ગરમ ધાબળા ખરીદી ટંકારીઆ તથા પાલેજ તેમજ નેશનલ હાઇવે તથા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં રૂબરૂ જઈ જેઓ જેઓ ફૂટપાથ અથવા રસ્તા પર રાત્રી દરમ્યાન ઠંડીમાં ખુલ્લામાં બસેરા કરવાવાળા ગરીબ લોકોને આ ધાબળાનું નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી “હો મેરા કામ ગરીબોકી હિમાયત કરના, દર્દમંદો સે ઝઈફોંસે મહોબ્બત કરના” ઉક્તિને યથાર્થ સાબિત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા દર વર્ષે આવા કર્યો કરી માનવતાને મહેકાવી રહ્યા છે.

Winter means very cold season, at this time the effect of cold is more intense during the night than during the day and people are seen to protect themselves from the cold by wearing warm clothes and using new methods to avoid it. But the homeless or the mentally unstable or the laborers do not have the money to buy such clothes or warm blankets, so they spend their lives on the footpaths or roads under the open sky in the bitter cold. 

Keeping this pain in mind, the Trustees of Shaikhul Islam Trust Tankaria bought warm blankets and went face to face to the slum areas of Tankaria and Palej and National Highway and Bharuch city to distribute these blankets free of cost to the poor people who spend the night on footpaths or roads in the cold without discrimination of caste. Presented has proven the saying “Ho Mera Kam Gariboki Himayat Karna, Dardmando Se Zaifonse Mahobbat Karna” to be true.  It is worth mentioning here that this organization is making humanity happy by doing this every year.

ગૌરવવંતા ટંકારીઆ ગામના ગૌરવશાળી ઇતિહાસમાં ફરીથી નામ રોશન કરનાર ફરહીન સલીમ માસ્તર ગુજીયા એ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી M.Sc. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી) માં એક નહીં,બે નહીં પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી આપણાં ટંકારીઆ ગામનું, અને સમગ્ર ભરૂચી વહોરા પટેલોનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણ ગોલ્ડ મેડલમાં સૌ પ્રથમ ડો. એમ.આર.પટેલ ગોલ્ડ પ્લેટેડ મેડલ ઉપરાંત ડો. એમ.ડી. અવસરે ગોલ્ડ પ્લેટેડ મેડલ તથા સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ ગોલ્ડ પ્લેટેડ મેડલ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ દીકરી B.Sc. માં ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલ છે
આપણાં દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

Farheen Salim Master Gujia, who re-enlightened her name in the glorious history of  Tankaria village, obtained her M.Sc (Organic Chemistry) degree from Sardar Patel University, Vallabh Vidyanagar.  By winning not one, not two but three gold medals has made our village Tankaria, and the entire Bharuchi Vahora Patel community to be proud. It is worth mentioning here that two years ago this daughter in B.Sc. degree has won gold medal. 
She  was awarded a gold medal by the Hon’ble Home Minister of our country Mr. Amit Shah.

1 27 28 29 30 31 876