HAFEZ YAKOOB UMARJI BHIM [TILU] [BROTHER OF SHABBIR MASTER TILU] PASSED AWAY AT BOLTON [UK] INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

ટંકારીઆ મસ્જિદના ટ્રસ્ટીઓ એક નિવેદનમાં તમામ ભાઈઓને જાહેર અપીલ કરી જણાવે છે કે કોરોના વાઇરસના પ્રકોપને લઈને સરકારના આદેશ અનુસાર જુમ્મા ની નમાજ મસ્જિદોમાં નહિ પઢવા માટે નો હુકમ કરવામાં આવતા તમામ ભાઈઓએ જુમ્મા ના સમયે ઝોહરની નમાજ પોતપોતાના ઘરે પઢવાનો અનુરોધ કરવામાં આવે છે. તો તમામે તમામ ભાઈઓ પોતાના ઘરે ઝોહરની નમાજ અદા કરી વિશ્વમાં ફેલાયેલી આ મહામારી થી અલ્લાહ પાસે રક્ષણ માટેની ખાસ દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે.

ટંકારીઆ ગામમાં પ્રવેશતા તમામ માર્ગોને બંધ કરી દેવાનો નિર્ણય ઇન્ચાર્જ સરપંચે કરતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. અવાર જવર માટે ફકત ખરી તરફનો પ્રવેશમાર્ગ ચાલુ રહેશે. જેથી કરીને બહાર થી આવતા મુલાકાતીઓ પર પૂરતું ધ્યાન આપી શકાય.

કોરોનોના કહેર ને લઈને સરકાર તરફથી સંપૂર્ણ લોકડાઉન નો આદેશ અનુસાર ટંકારીઆ ગામ સંપૂર્ણ પણે લોકડાઉન રહ્યું છે. પોલીસ તરફથી પણ વારંવાર લોકડાઉન નો અનુરોધ કરવામાં આવે છે અને સંપૂર્ણ લોકડાઉન રહેવામાંજ ભલાઈ હોવાનું જણાવી જે એકલદોકલ લોક પાદરમાં તથા સડક પર નજર આવતા હોય પોલીસ તેમને પણ ઘરે રહેવાનો અનુરોધ કરે છે.

ટંકારીઆ ગામે આજે ગ્રામ પંચાયત દ્વારા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ ટ્રેક્ટર મારફતે દવા છાંટવાના મશીન દ્વારા કરવામાં આવ્યો હતો. દવા છાંટવાનો મુખ્ય ઉદ્દેશ ગામના મુખ્ય રસ્તાઓ નું સેનીટેશન થાય અને વાઇરસ ફેલાતા અટકે. ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન ઉસ્માન લાલને જણાવ્યું હતું કે ગામનો કોઈ પણ રસ્તો બાકી નહિ રહે અને આગામી દિવસોમાં પણ મચ્છર તથા નાની જીવતો ની વ્યાપકતાને અટકાવવા માટે ગામની ગટરોમાં પણ દવા નો છંટકાવ કરવામાં આવશે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન કરવાનો જાહેર હુકમ કરવામાં આવ્યો હોય ટંકારીઆ ગામના જાગૃત લોકો દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. તથા ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા સમગ્ર ગામના લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. તથા ગામબહારથી આવતા ફેરિયા તથા ભિક્ષુકો ને જનહિતમાં ગામમાં ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરી દીધો છે.

આજે ટંકારીઆ ગ્રામ પંચાયત દ્વારા ફળિયે ફળિયે સેનિટેશન ના હેતુસર ફોગીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ સમગ્ર ગામમાં તબક્કાવાર ત્રણ દિવસ માટે કરવામાં આવશે. અને મળતી માહિતી અનુસાર ત્યારબાદ ગટરો માં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે અને કોરોના વાઇરસ થી બચવા માટે દરેક ઘેર માસ્ક ની વહેંચણી પણ કરવામાં આવશે.

કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લઇ આજરોજ આપણા ગામની એક્ટિવ સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા માસ્ક, હેન્ડ સેનિટાઇઝર તથા હેન્ડ વોશ નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ ગામલોકોએ સંસ્થાને બિરદાવ્યા હતા.