કોરોના વાઇરસ ની મહામારીના પગલે ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડ માં રૂપિયા ૪૫૦૦૦ જેટલી રકમ ભરૂચ કલેક્ટર ને જમા કરાઈ હતી.
નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ જનાબ યાકુબભાઇ ઘોડીવાળા તથા સેક્રેટરી યાકુબભાઇ ચતી એક નિવેદનમાં જણાવે છે કે કોરોના વાઇરસની મહામારી સમગ્ર દુનિયામાં ભરડો લઇ રહી છે અને ગુજરાતમાં પણ તેનો પેસારો વ્યાપક રીતે ફેલાયો હોય તેની સામે ગુજરાત સરકાર અસરકારક પગલાં ભરી રહી હોય ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા ટંકારીઆ તથા આજુબાજુના ગામોના પેંશનર ભાઈ બહેનો તથા સભાસદો દ્વારા રૂપિયા ૪૫૦૦૦ જેટલી રકમ ગુજરાત મુખ્યમંત્રી રાહતફંડમાં મંડળે ભરૂચ કલેક્ટરશ્રી ને અર્પણ કરી હતી. આ થકી પ્રમુખ તથા સેક્રેટરી તમામ સભાસદોનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે.
આ સાથે ફોટોમાં કલેક્ટર ભરૂચને ચેક આપતા સેક્રેટરી જણાઈ આવે છે.

આજરોજ ટંકારીયા ગામ માં ભીડભiડ વારી જાહેર જગ્યા ઉપર
શેનીટાઇઝડ કરવાની કામગીરી ફરીવાર ચાલુ કરવામાં આવેલ છે.. આજુબાજુના ગામોમાં પોઝિટિવ કેસો બનતા તકેદારીના ભાગરૂપે તેમજ રમજાન માસ સારી રીતે પસાર થાય એ આશયથી આ
શેનીટાઇઝડ ની કામગીરી ફરિવાર કરવામાં આવેલ છે ગામની ભીડભાડ વારી જગ્યા એટલે ગામની બેંકો + એટીએમ ની આસપાસ તથા સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં તથા ગામ પંચાયત માં તથા બસ સ્ટેન્ડ ઉપર તથા ભીડભાડવાળી અનાજ કરીયાણાની તથા શાકભાજીની મુખ્ય દુકાનની આસપાસ તથા મેન રોડ ની દુકાનો તથા નાની કેબીનો ઉપર જાહેર જગ્યા ઉપર તથા ગામના જાહેર રસ્તાઓ ઉપર સૈનિતાઈઝડ કરવાની કામગીરી ચાલુ કરેલ છે. શ્રીરામ કેમિકલ્સ જીઆઈડીસી ..જગડીયા મુકામે થી hypo ક્લોરાઈડ ((1000 લીટર)) ટંકારીયા ગામ ને દાનમાં આપેલ છે. ટંકારીઆ ગામ દિલથી આભાર વ્યક્ત કરે છે..

લી. સરપંચ ટંકારીઆ ગામ પંચાયત
મુમતાજબેન ઉસ્માન લાલન

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ટંકારીઆ ગામથી નજીકના પારખેત અને વાંતરસ ગામે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નીકળતા ટંકારીઆ ગામને પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. સવારે ૮ થી ૧૧ સુધી આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રાખવામાં આવે છે. ત્યાર બાદ ગામ સંપૂર્ણ લોક ડાઉન થઇ જવા પામે છે. અને ત્યાર બાદ ગામ સંપૂર્ણ રીતે સુમસામ થઇ જવા પામે છે. તદુપરાંત ગરમીનો પારો પણ લગભગ ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા ભારે ગરમીનો અહેસાસ પણ થાય છે. ગ્રામજનો સરકારના આદેશને અનુસરી પોતાના ઘરોમાંજ પુરાઈ રહે છે. અલ્લાહ તઆલા આ મહામારીથી તમામનું રક્ષણ કરે એવી દુઆ ગુજારવાની ગુજારીશ કરવામાં આવે છે.

ભરૂચ તાલુકાના પારખેત ગામે કોરોના વાઇરસ નો એક પોઝિટિવ કેસ નોંધાતા પારખેત ગામની આસપાસના ૭ કી.મી. ની ત્રિજયાનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં  આવ્યો છે. જેમાં પારખેત ગામ સહીત ટંકારીઆ, સીતપોણ, પરીએજ, નબીપુર, હિંગલ્લા, કુવાદાર, બોરી, કરગત, વરેડીયા, કહાન, ઠીકરીયા તથા આમોદ તાલુકાના વાંતરસ, કેસલુ, કુરચન સહિતના ગામો સંપૂર્ણ પણે લોકડાઉન કરી પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં વહીવટી તંત્રે હદ સીલ કરી દીધી છે.  જે અંતર્ગત ટંકારીઆ ગામની ચારે દિશા પણ સીલ કરી દેવામાં આવી છે.  પારખેત ગામમાં પોલીસ નો કડક બંદોબસ્ત ગોઠવાઈ જવા પામ્યો છે અને ગામને ચારે તરફથી સીલ કરી દેવામાં આવ્યું છે. તદુપરાંત ત્રિજ્યામાં આવતા ગામોમાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તમામ ગામોમાં બહારથી આવતા લોકો માટે પ્રવેશબંધી ફરમાવી આપી છે અને ગામના લોકોએ પણ બહારગામ જવાની મનાઈ ફરમાવી દીધી છે. ટંકારીઆ ગામે પણ ચોતરફ પ્રવેશના રસ્તા બંધ કરી આપવામાં આવેલા છે. જેને લઈને ટંકારીઆ ગામ પણ સુમસામ ભાસી રહ્યું છે. ટંકારીઆ ગામ તરફ આવતા તમામ રસ્તાઓ પી.એસ.આઈ. પાલેજ ના હુકમથી બંધ કરી દેવામાં આવ્યા છે. અને ઠેર ઠેર બંધ રસ્તાઓ પર પોલીસ સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે.

કોરોના વાઇરસની મહામારીમાં લોક ડાઉન ના પગલે તમામ ધંધાદારી તથા મજુરીયાત તથા નોકરિયાત વર્ગો પર આર્થિક સંક્રમણ વધી ગઈ છે. અને ખાસ કરીને રોજિંદા કમાઈને પોતાના કુટુંબનું ભરણપોષણ કરનાર વર્ગો પર મુસીબતો વધી ગઈ છે. જેને ધ્યાને રાખી ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા ઇંગ્લેન્ડના લેસ્ટર મુકામે કાર્યરત ચેરીટેબલ સંસ્થા ઘી ટંકારીઆ કોમ્યુનિટી સેન્ટર દ્વારા ગામના ગરીબ તથા મધ્યમવર્ગીય જરૂરિયાતમંદો માટે ફંડની સહાય ટંકારીઆ ખાતે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને પહોંચાડી હતી જે ફંડને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદોને રોકડ સહાય નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ થકી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ઘી ટંકારીઆ કોમ્યુનિટી સેન્ટર નો આભાર વ્યક્ત કરે છે.


મુસ્લિમોનો પવિત્ર શબેબરાત નો તહેવાર ની ટંકારીઆ તથા આસપાસ ના ગામોમાં એકદમ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોવિદ ૧૯ ના હાહાકાર વચ્ચે સમગ્ર પંથકે આ તહેવાર પોતાના ઘરોમાં રહી ફરઝ નમાજો ઉપરાંત નફિલ નમાજો, ઝિક્ર, કુરાને પાકની તિલાવત તથા દિગર ઈબાદતો પોતાના ઘરોમાં રહીને અદા કરી હતી. આ પ્રસંગે રાત્રે દરગાહો તથા કબ્રસ્તાનમાં જવાનો રિવાજ હોય છે પરંતુ કલેક્ટર સાહેબ ના જાહેર ફરમાન મુજબ તથા કલમ ૧૪૪ અંતર્ગત તેમજ અગમચેતીના ભાગ રૂપે તમામ દરગાહો તથા કબ્રસ્તાનોને બહારથી સીલ કરી દેવામાં આવ્યા હતા. અને તમામનો પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે લોકોએ પણ કબ્રસ્તાનો તરફ જવાનું તારીને પોતપોતાના ઘરોમાં રહી સરકારના લોકડાઉનના આદેશ નું સમર્થન કર્યું હતું. જામે મસ્જિદ ટંકારીઆ ના ખતીબ ઇમામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબે સમગ્ર માનવજાત ને આ મહામારીમાંથી મુક્ત કરવાની તથા ભારત દેશના તમામ દેશવાસીઓ ને અલ્લાહ તઆલા આ ભયંકર મહામારી માંથી મુક્તિ આપે એવી બારગાહે ખુદાવંદીમાં કાકલુદી સાથે દુઆ ગુજારી હતી.
રિપોર્ટ તૈયાર કરનાર
મુસ્તાક દૌલા
પ્રેસ રિપોર્ટર
ગુજરાત ટુડે [દૈનિક]