Author: Mustak Daula
મર્હુમ હનીફ દૌલાના અવસાન નિમિતે રફીક અબ્દુલ્લાહ કડુજી [સાઉથ આફ્રિકા] ની ભાવભીની શ્રદ્ધાંજલિ
મારા ટંકારીયાગામ ના એક ખુશમિજાજ, મિલનસાર,અને હજારો લોકો ને પોતાની આગવી કલા થી હસાવી-હસાવી દુખ-દર્દ અને ગમ ભુલાવનાર હનીફ દોલા ને અમો ક્યારેય
નહીં ભૂલી શકીએ.. ગામનો હોય કે પરગામનો હોય એ પછી વયોવૃદ્ધ હોય, આધેડ હોય, નવયુવાન હોય કે નાની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હોય “મિત્ર” થીજ સંબોધિત કરનાર હનીફ દૌલાને હાઈસ્કૂલ કાળ થી જ કવ્વાલી અને મિમિક્રી ના કાર્યક્રમ થકી લોકપ્રિયતા મેળવી અને સમય
જતાં શાદી-ખુશી ના પ્રસંગોમાં તેમજ વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ પ્રોગ્રામ માટે હનીફ ને આમંત્રણ મળતાં થયાં, દરેક પોલિટિકલ પાર્ટીઓ સાથે ઘરોબો ધરાવનાર તેમજ પોતાની આગવી અદા થી ગામ – પરગામ માં પણ નામના મેળવી સૌ કોઇ ને હસાવનાર હનીફ ભાઈ એ આજે અચાનક દુનિયા થી વિદાય લઈ કાર્યક્રમ ઉપર હંમેશા માટે પડદો પાડી દીધો… આહ……….. જગ કો હસાનેવાલેકી વસમી વિદાઈ……..
અલ્લાહ ઝલ્લેઝલાલહુ મરહુમ ની મગફિરત ફરમાવી ને જન્નતમાં જગા આતા કરે..!..#આમીન.
સન્માન કરાયું
આપણા ટંકારીઆ ગામના ડોક્ટર સોયેબ દાઉદમાસ્ટર દેગ નું કોરોના ની મહામારીમાં નિર્ભયતાથી કરેલી સેવાને બિરદાવવા માટે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. ડોક્ટર સોયેબ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પોતાના પાલેજ ખાતેના ક્લિનિકમાં વ્યવસ્થા ઉપરાંત વલણ હોસ્પિટલમા પણ સેવા આપી રહ્યા છે.

સન્માન કરાયું
આપણા ટંકારીઆ ગામના ડોક્ટર મોહમદમોહસીન ઇસ્માઇલ રખડા નું કોરોના ની મહામારીમાં નિર્ભયતાથી કરેલી સેવાને બિરદાવવા માટે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.
Dr. Mohammad Mohsin Ismail Rakhda, a doctor from our Tankaria village, was honored by the Bariwala Sports Club for his fearless service in the Corona epidemic.
ટંકારીઆ ગામમાં નવલું નઝરાણું
આપણું ગામ સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધનીય પ્રગતિ સેવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ આપણા ગામમાં શિફા જનરલ અને ડેન્ટલ ક્લિનિક ના ઉપક્રમે શિફા લેબોરેટરી નું ઉદ્ઘાટન ગામલોકો અને મહાનુભાવો તથા ટંકારીઆ ગામના તમામ ડોક્ટરોની ઉપસ્થિતિમાં અરમાન [ડો. સુહેલ અંભેરવાળા તથા ફેમીદા સુહેલ અંભેરવાળા ના સુપુત્ર] તથા ડો. અફઝલ અંભેરવાળા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબોરેટરી માં તમામ પ્રકારના શારીરિક લૅબોરેટરી ટેસ્ટ નજીવા દરે કરવામાં આવશે. આ લેબોરેટરી સવારે ૭ વાગ્યાથી કાર્યરત થઇ જશે એટલેકે જેમને ભૂખ્યા પેટે જે ટેસ્ટ કરાવવા માંગતા હોય તેમની દરખાસ્તોને ધ્યાનમાં રાખવામાં આવી છે. લેબોરેટરી નો સમય સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી રહેશે.
ઇખર કોવિદ કેર સેન્ટરથી એક મેસેજ
ઈખર તાલુકા આમાેદ જીલ્લા ભરુચ કોવિદ કેર સેન્ટર મા ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ ની એક ઝલક રજુ કરુછુ અલ્લાહ થી દુઆ ગુજારીએ ખીદમત ને અલ્લાહ કબુલ ફરમાવે રાત દીવસ દર્દી ઓ ની સેવામાં સપ્રેમ સાબૂત થયેલા ડાેકટર આરીફ સાહેબ સાહેબ ઓટલાવાલા ના વડપણ હેઠળ ડાેકટર ઇકરામ બચ્ચા ટંકારીયા વાલા જેઓ ની સેવા ઓ ને બિરદાવું છું સાથે સાથે ડાેકટર સાદીક પટેલ મિલનસાર સ્વભાવ થી દર્દી ઓના મન જીતે તાે ગામ ના જ ડાેકટર ટ્રેની મહંમદ બાકીટ જલેબીયા, ડાેકટર ઉમ્મેહાની ઉસ્માન લાલન ટંકારીયાવાળા, ડાેકટર યાસીરા સારાેડી તન મન થી દર્દી ની ફીકર કરી સેવા ઓમાં લાગેલા રહે છે નરસીગ સ્ટાફ ને કેમ ભુલાય ડયૂટી દરમ્યાન આરાેગ્ય શિક્ષણ સાથે દર્દી ઓની સહાનુભૂતિ મેળવી અવિરત પણે પાેતાની સેવા ઓ આપી રહ્યા છે દુઆ કરીએ ખુદા તઆલા મેડીકલ સ્ટાફ તમામ ને હાેસપિટલ મા કામ કરતા તમામ ખીદમતગારાે બંને જહાન મા બદલાે અતા ફરમાવે તંદુરસ્તી અતા ફરમાવે……………. મેનેજમેનટ ઇખર કોવિદ કેર સેનટર
અઝીઝ ટંકારવી ગુજરાત રાજ્યના મંત્રીઓ સાથે
આપણા ગામના પનોતા પુત્ર જનાબ અઝીઝ ટંકારવી સાહેબ ગતરોજ ગાંધીનગર ખાતે વકફ બોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્ય ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો સાથે દ્રશ્યમાન થાય છે.
Aziz Tankarvi along with Gujarat state ministers
Our Tankaria’s beloved son Mr. Aziz Tankarvi appears at the inauguration ceremony of the Wakf Board office at Gandhinagar yesterday along with Gujarat Education Minister Bhupendrasinh Chudasama and state Home Minister Pradipsinh Jadeja and other dignitaries.
TANKARIA WEATHER


























