મર્હુમ હનીફ દૌલાના અવસાન નિમિતે રફીક અબ્દુલ્લાહ કડુજી [સાઉથ આફ્રિકા] ની ભાવભીની શ્રદ્ધાંજલિ

મારા ટંકારીયાગામ ના એક ખુશમિજાજ, મિલનસાર,અને હજારો લોકો ને પોતાની આગવી કલા થી હસાવી-હસાવી દુખ-દર્દ અને ગમ‌ ભુલાવનાર હનીફ દોલા ને અમો ક્યારેય
નહીં ભૂલી શકીએ.. ગામનો હોય કે પરગામનો હોય એ પછી વયોવૃદ્ધ હોય, આધેડ હોય, નવયુવાન હોય કે નાની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હોય “મિત્ર” થીજ સંબોધિત કરનાર હનીફ દૌલાને હાઈસ્કૂલ કાળ થી જ કવ્વાલી અને મિમિક્રી ના કાર્યક્રમ થકી લોકપ્રિયતા મેળવી અને સમય
જતાં શાદી-ખુશી ના પ્રસંગોમાં તેમજ વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ‌ પ્રોગ્રામ માટે હનીફ ને આમંત્રણ મળતાં થયાં, દરેક પોલિટિકલ પાર્ટીઓ સાથે ઘરોબો ધરાવનાર તેમજ પોતાની આગવી અદા થી ગામ – પરગામ માં પણ નામના મેળવી સૌ કોઇ ને હસાવનાર હનીફ ભાઈ એ આજે અચાનક દુનિયા થી વિદાય લઈ કાર્યક્રમ ઉપર હંમેશા માટે પડદો પાડી દીધો… આહ……….. જગ કો હસાનેવાલેકી વસમી વિદાઈ……..
અલ્લાહ ઝલ્લેઝલાલહુ મરહુમ ની મગફિરત ફરમાવી ને જન્નતમાં જગા આતા કરે..!..#આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*