ટંકારીઆ ગામમાં નવલું નઝરાણું

આપણું ગામ સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધનીય પ્રગતિ સેવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ આપણા ગામમાં શિફા જનરલ અને ડેન્ટલ ક્લિનિક ના ઉપક્રમે શિફા લેબોરેટરી નું ઉદ્ઘાટન ગામલોકો અને મહાનુભાવો તથા ટંકારીઆ ગામના તમામ ડોક્ટરોની ઉપસ્થિતિમાં અરમાન [ડો. સુહેલ અંભેરવાળા તથા ફેમીદા સુહેલ અંભેરવાળા ના સુપુત્ર] તથા ડો. અફઝલ અંભેરવાળા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબોરેટરી માં તમામ પ્રકારના શારીરિક લૅબોરેટરી ટેસ્ટ નજીવા દરે કરવામાં આવશે. આ લેબોરેટરી સવારે ૭ વાગ્યાથી કાર્યરત થઇ જશે એટલેકે જેમને ભૂખ્યા પેટે જે ટેસ્ટ કરાવવા માંગતા હોય તેમની દરખાસ્તોને ધ્યાનમાં રાખવામાં આવી છે. લેબોરેટરી નો સમય સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*