Daud Mohmed Khandhiya
દાઉદ મહમદ ખાંધીયા ટંકારવી
જન્મ: ૧૫/૧૨/૧૯૪૪ મરણ: ૧૦/૦૮/૨૦૧૯
□ મહેક ટંકારવી
મરહુમ દાઉદભાઇ સાથે એક જ ગામમાં રહેતા હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ તો મળ્યો નહીં એ વાતનું દુ:ખ ખરું પણ “શાહીન” અને “અંજુમન વૉઇસ” જેવાં મૅગેઝિનોમાં એમના અભ્યાસપૂર્ણ લેખો અને સુંદર, વહેવારિક ગઝલો વાંચી એમના વિષે એક આદર્શવાદી, કોમ હિત ચિંતક અને અભ્યાસી વ્યક્તિ હોવાની છાપ મારા મનમાં જરૂર અંકિત થઇ ગયેલી. આપણા ગામે જે કેટલાક સારા કવિઓ, લેખકો અને સામજિક કાર્યકરો આપ્યા છે તેમાં દાઉદભાઇનો પણ સમાવેશ જરૂર કરી શકાય.
એમની હયાતીમાં ૨૦૧૨માં એમણે મને એમની આપવીતી આલેખતું બે પાનાનું એક લાંબું લખાણ મોકલેલું અને સાથે દસેક જેટલી અપ્રગટ ગઝલો પણ સામેલ કરેલી. એ લખાણમાંથી એમનો સુંદર પરિચય મળી રહે છે એ આશયે અહીં એમના જ શબ્દોમાં એમની આપવીતી રજૂ કરવાનું મુનાસિબ સમજું છું. પોતાનો પરિચય આપતાં તેઓ લખે છે:-
“૧૯૫૭ થી ૧૯૬૧ ટંકારીઆ હાઇસ્કૂલમાં અભ્યાસ જે દરમિયાન સાહિત્યથી ખાસી એવી અભિરુચિ થઇ ગઇ. અંગ્રેજી, ગુજરાતી, ફારસી ખૂબ આનંદ આપનારા વિષયો. વાર્તાઓ, નિબંધો અને કવિતાઓ વાંચવામાં ખૂબ મજા પડતી. પણ ગણિત સાવ કાચું! આપણે જાણે ગણિતના માણસ જ નહીં! કલાપી મારો સહુથી વધુ પ્રિય કવિ છે. ૧૯૬૨માં એસ.એસ.સી. પાસ કરી જેમાં સ્કૂલમાં પ્રથમ નંબર આવેલો.
૧૦૦ વીંઘા જેટલી જમીન ટેનન્સી ઍકટમાં ચાલી ગઇ હોવાથી કુટુંબમાં સર્જાયેલી આર્થિક ભીંસને કારણે કોલેજનું પગથિયું ચઢવાનો મોકો મળ્યો નહીં. એટલે ત્રણેક મહિના સરકારી ગોડાઉનમાં માસિક ૪૦ રૂપિયાના પગારે અનાજ તોલવાની નોકરી કરી. પછી ઢોરોના ડૉકટર તરીકે અને ઢોરો સાથે કામ લેવાનું ફાવ્યું નહીં એટલે ૨૦ વર્ષની ઉંમરે પોષ્ટ ખાતાની નોકરી સ્વીકારી. પહેલું પોસ્ટીંગ વલસાડ પાસે આવેલા ભિલાડમાં થયેલું. અહીં બેઉ દિશાઓમાં પહાડો છે. સાંજે નોકરી પરથી છૂટી રૂમ પર આવી ચાપાણી કરી પહાડ પર ચાલ્યા જવાનો અને કુદરત સાથે વાતો કરતા રહેવાનો નિત્યક્રમ. એકવાર પહાડ પર જ આંખ મીંચાઇ જતાં રાતના ૧૨ વાગી ગયેલા.
મુકેશજી અને રફીએ ગાયેલાં ગીતોને યાદ કરી કહે છે “તે સમયનાં ગીતો કેટલાં સુંદર! કેટલાં મીઠાં-મધુર, શબ્દો પણ કેટલા સરસ! અને એમાં રહેલા ભાવનું તો પૂછવું જ શું? હવે એવાં મજાનાં અને કંઇક મેસેજ આપતાં ગીતો જ કયાં જોવા મળે છે.”
૨૨ વર્ષની ઉંમરે ૧૯૬૬માં ટંકારીઆ પોષ્ટ માસ્તર તરીકે નિમણૂંક થઇ. ટંકારીઆ સબ-પોષ્ટ ઓફિસનું ઉદ્દઘાટન મારા હાથે થયેલું. ઉદ્દઘાટન પ્રસંગે ડૉ શુકલ સાહેબે રૂપિયા ૫૦૦નું સેવીંગ સર્ટિફિકેટ ખરીદેલું તે યાદ છે.
૩૭ વર્ષની એકધારી નોકરી પછી ૫૭ વર્ષની વયે વહેલી નિવૃત્તિ સ્વીકારી લીધી. ૨૦૦૧માં મકાન બનાવ્યું અને ૨૦૦૨માં તેમાં રહેવા આવી ગયો. અઢી વર્ષ ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા લોકોને મકાનો બનાવી આપી થાળે પાડવાના રિલીફ કામમાં જોડાયો. કોઇ પણ જાતના વેતન વિના સેવાઓ આપી. મારી જિંદગીનાં આ અઢી વર્ષ એ અત્યંત કીંમતી સરમાયો છે. એમાં મને જે આનંદ મળ્યો તે અવર્ણનીય છે.
કરમાડના પોસ્ટીંગ દરમિયાન ૧૯૭૫થી કુર્આનનો અભ્યાસ શરૂ કર્યો અને આજ સુધી કુર્આન, હદીષ, ઇસ્લામી તારીખ અને સીરતે નબવી (સલ) સાથે ગેહરો લગાવ કાયમ છે. હજી પણ રોજનું ૮-૧૦ કલાક જેટલું લેખન-વાંચન ચાલે છે. એક અંગત લાયબ્રેરી પણ ઊભી કરી છે જેમાં પાંચેક જેટલી તફસીરો, બુખારી અને મુસ્લિમ શરીફ તથા અન્ય સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૯૮૫થી લખવાની શરૂઆત કરેલી અને મારી એક દીકરીનું નામ ‘નજમા’ છે તેના પરથી ‘અબુ નજમા’ના ઉપનામથી ઘણાં લેખો લખેલા.
શાહીન સાપ્તાહિક, યુવા સાથી માસિક, મેમન વેલ્ફેર માસિક તથા અંજુમન વોઇસ માસિકમાં મારા લેખો અને ગઝલો છપાય છે. ગુજરાતીમાં ૨૦૦ જેટલી તથા ઉર્દૂમાં ૩૦૦ જેટલી ગઝલો તૈયાર છે. ઉપરાંત વિવિધ મેગેઝીનોમાં છપાઇ ચૂકેલા ૧૦૦ જેટલા લેખો હાથવગા પડેલા છે. હાલ મારી ઉર્દૂ ગુજરાતીની ૧૦૦ જેટલી ગઝલો “વહેતાં નીર” નામના સંગ્રહમાં પ્રકાશિત થયેલી છે. અલ્લાહ ચાહશે તો અન્ય સાહિત્ય પણ પુસ્તક સ્વરૂપમાં મૂકવાનો પ્રયાસ કરીશ.”
એમની આ ટૂંકી આપવીતી પરથી એ કેવા ઉમદા દિલના, કોમની ભરપૂર લાગણી ધરાવતા હમદર્દ ઇન્સાન હતા તેનો આપણને સહેજે ખ્યાલ આવી જાય છે. ૨૦૦૨ના ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા અસંખ્ય મુસ્લિમ પરિવારોને વિવિધ વિસ્તારોમાં મકાનો બનાવી આપી, તોડફોડ કરવામાં આવેલ દુકાનો-મકાનો-મસ્જિદોને રિપેર કરાવી આપી ઠારે પાડવામાં એમણે “જમાતે ઇસ્લામી હિંદ”ના વડોદરા યુનિટના ઇનચાર્જ રહી, અણથક મહેનત અને દોડધામ કરી અઢી વરસ સુધી જબરદસ્ત કામગીરી બજાવી હતી. અલ્લાહ એની અપાર કૃપાથી એમની એ નિખાલસ, સ્વયંસેવી મહેનતો અને સમય શક્તિની અમુલ્ય કુરબાનીઓને કબુલ કરી એનો બહેતરીન બદલો આપે અને એમના દરજાઓને બુલંદ કરે. આમીન.
લેખન-વાંચનના શોખીન, અને પ્રખર અભ્યાસી એવા શાંત, એકાંતપ્રિય, ચિંતનશીલ અને ઊર્મિસભર હૈયાના, “આપણે તો ભાવને ઓળખવાવાળા માણસ છે” એવુંકહેતાઆ કવિ લેખકે પોતાની અનેક પ્રગટ, અપ્રગટ કૃતિઓ પાછળ છોડી છે જેમને પુસ્તક સ્વરૂપમાં તો એ મૂકી શકયા નહીં. જેમ મરહુમ ‘ઝાકિર’ ટંકારવીની બાબતમાં, તેમ મરહુમ દાઉદભાઇની બાબતમાં પણ આ કામ મરણોત્તર પણ જો થઇ શકે તો એમનું અધુરું રહેલું એ કામ પૂર્ણ થાય અને એ કવિજીવોની યાદ એક લાંબા સમય સુધી જળવાય રહે.
છેલ્લે એમના બે શેરથી પૂરું કરું છું:
પંખીની પાંખ થઇને જવું’તું ગગન સુધી
મહોબ્બતના જામ લઇને જવું’તું અમન સુધી
કાંટાઓ કોણ આટલા નાંખી ગયું અહીં?
કેડી ઉપર થઇને જવું’તું ચમન સુધી
Miss you Mamu,your humblness your act of kindness and precious words still in my memories when I met you way back in 1997..
ap ka bhanja Ainul Haq tankaria ki Tarah AP ko bhi yaad rakhay ga..q Kay dono mohabbaton say bharpur hain..
Allah us jahan mai ala maqam ata karar Ameen
Ameen, Ameen. No one can fill his place in our life. He is my ideal throughout my life till now and always will be. Always seeking your guidance Nana and I know you will be there for us to guide us on our way. I am his maternal granddaughter, Nasima’s daughter. Jazakallah for this article. The way he lived his life will never make anyone forget him and his deeds. Request you all to remember him always in your duas.
એમના શાંત, પરગજુ સ્વભાવ, એમની બીજી કેટલીક વિશેષ ખાસિયતોની સાથે તેમની સાહિત્ય વિષયક ઉપલબ્ધિઓનું વર્ણન ઉપર સુંદર રીતે કરાયેલું છે. તેઓ નાની-મોટી બાબતો અંગે ખુબ ચીવટ રાખનારા હતા. નાના-મોટા વહેવારોને લગતી બાબતો હોય કે કુટુંબીજનોને કરેલ મૈાખિક નશીહતોની વાતો, તેઓ તેને વ્યવસ્થિત લખી લેતા અને તેને કાળજીપૂર્વક સાચવી રાખતા. એમના કુટુંબીજનો ક્હે છે, “ઘરનો કોઈ એવો ખૂણો નથી જ્યાંથી એમના હાથથી લખેલા કાગળો અમને મળ્યા ના હોય.” ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં તેમના હસ્તાક્ષર, ખાસ ધ્યાન ખેંચે એવા સુંદર હતા. પોષ્ટ માસ્તરની નોકરી દરમિયાન, પોષ્ટ ઓફીસ અને રહેઠાણ એકજ મકાનમાં હોવાથી એમની માલિકીના શણના કોથળા સાથે અજાણતામાં પોષ્ટ ઓફીસના શણના કોથળા ભેગા થઈ ગયેલા, જેને ઘરના લોકાએ પોતાના સમજી અજાણતામાં ઘરવપરાશમાં લઈ લીધેલા. થોડો સમય વિતિ ગયા પછી એ અંગેની તપાસ કરતાં એમના ધ્યાન પર આ હકીકત આવી હતી. શણના નવા કોથળાની તે સમયની કિંમત સરકારમાં પરત જમા કરાવી દેવાની ખાસ કાળજી લેનારા તેઓ પ્રમાણિક સરકારી કર્મચારી હતા. આ કવિ જીવના સ્વભાવનું બીજું સ્વરૂપ (સિક્કાની બીજી બાજુ), એમની કડકાઈ અને નીડરતા કેટલીક ગઝલોમાં જોવા મળે છે.
“હવાએ નફસને કોહરામ મચાયા હૈ યહાં
નકીલ દેની હૈ, મજબૂત મહારેં લાઓ
…બઝમે દુનિયાકો જહન્નમ બના દિયા તુમને
બહિશ્ત ભી તો હૈ! કુછ ઉસકે નજારે લાઓ!”
Growing up in Fansiwala Street in Karmad, I had the honour to see marhum Daud bhai every day because my house was almost in front of the post office there. Besides, he was a great friend of my father so he would come to our house frequently.
May Allah shower his mercy on Daud bhai and elevate his place in Jannah.
Rare Gem and Pride of not only Khandhia family, but my lovely home town Mustufabad – Tankaria.
I have seen the article of my nana’s short biography published by you on MyTankaria.
એમની પાસે બેસાડીને કહેલી વાતો બધી યાદ આવી ગઈ.
Very nice. Jazakallah and thank you so much uncle.
Regards, Dr. Faizan Patel (son of Lukman Dedka), Maternal grandson of Daudbhai Khandhiya.
अब क्या मिशाल दू में आपकी तारीफ की?…
An immortal man as a ghazal writer.