વિદેશથી પધારેલા N.R.I.મહેમાનોનો એમ.એ.એમ. હાઈસ્કૂલમાં સન્માન સમારંભ યોજાયો

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬ આજ રોજ તારીખ : ૦૩/૦૧/૨૦૨૬ ને શનિવારના રોજ શાળાના મદની હોલમાં (N.R.I.) વિદેશથી પધારેલા મહેમાનોનું અત્રેની શાળામાં ભવ્ય સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ઉપસ્થિત મહેમાન સૈયદ શૌકતઅલી બાવા, સૈયદ મોઈન બાવા, શકીલભાઇ ભા, અફરોજભાઈ ખાંધિયા, વ્હોરા મુનિર ભાઈ, ઈશાકભાઈ લેહરી, ઐયુબભાઈ ભુતાવાલા, રહીમભાઈ ખાંધિયા,ઐયુબભાઈ વસ્તા, અનીશભાઈ દેગમાસ્તર, એજાજભાઈ કબીર, સુહેલ હલાલત, તાહિરભાઈ એન્જિનિયર, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, નાસીરભાઈ લોટીયા, તેમજ શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો હાજી ઇશાક પટેલ, યાકુબભાઈ બોડા, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી મૌલાના હાજી અબ્દુરરજ્જાક અશરફી ધ્વારા કરવામાં આવી. તીલાવતે કુરાન શરીફ પછી પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. શાળાના પ્રમુખ ઇશાકભાઈએ મહેમાનો સમક્ષ આગામી સત્રમાં ધોરણ ૧૧ થી ૧૨ માટેના વર્ગો ચાલુ કરવાના પ્રયાસોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે મોહસિને આઝમ મિશનના સરપરસ્ત ફાજીલે બગદાદ હજરત હસન અસ્કરીમિયાં સાહેબે ફોન પર દુઆઓથી નવાજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*