ટંકારીયા ગ્રામ પંચાયત દ્વારા શિયાળુ રમતોત્સવ 2025 યોજાયો,

દસથી અગિયાર જેટલા ગામોની શાળાઓના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો…

ભરૂચના ટંકારીયા સ્થિત મુસ્તુફાબાદ [ખરી] મેદાન પર ગ્રામ પંચાયત ટંકારીયા દ્વારા શિયાળુ રમતોત્સવ 2025  કાર્યકમ યોજાયો હતો. સૌ પ્રથમ ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચે રમતોત્સવની મશાલ પ્રગટાવી પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત અતિથિઓનું ટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તરફથી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં લગભગ 10 થી 11 જેટલા ગામોની  શાળાઓના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવમાં વિવિધ રમતો જેવી કે સિક્કા શોધ, મટકા ફોડ, દેડકા દોડ, ૫૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, ક્રિકેટ, કબડ્ડી,ખો ખો, ગોળા ફેંક, બરછી ફેંક, જેવી રમતો યોજાઇ હતી. આયોજિત રમતોમાં શાળાના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. છાત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિવિધ રમતોમાં વિજેતા શાળાના છાત્રોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગ્રામ પંચાયતના ઉપસરપંચ સફવાન ભૂતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે શિયાળુ રમતોત્સવ કાર્યકમમાં અલગ અલગ ગામોની દસ થી અગિયાર જેટલી શાળાઓના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના છાત્રોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ એક નવીન પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણા છાત્રોની ભણતર સાથે ફિટનેસ પર ધ્યાન આપવામાં આવે અને તેમને જણાવ્યું હતું કે આવનાર રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન નિમિતે ગામની તમામ શાળાઓનો ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો આજ ગ્રાઉન્ડ પર સામુહિક રીતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ મંગાભાઇ વસાવા તથા ઉપસરપંચ સફવાન ભુતા સહિત NRI મિત્રો તથા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાહીદાબેન પટેલ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. અંતમાં ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાએ તમામ હાજરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*