1 2 3 6

Last night, a memorable gathering was organized by Mr. Matin Manman, who recently came to Tankaria from Jeddah for 4 days for a doctor’s visit related to his fractured leg. He is serving as a project engineer in ‘The Masjid al-Haram expansion project’, also known as the ‘King Abdullah Haram Expansion’, Makkah. The gathering was attended by family members, relatives and friends, and was accompanied by a community dinner in the village of Sitpon.”

“ગઈકાલે રાત્રે, શ્રી મતીન મનમાન દ્વારા એક યાદગાર મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ તાજેતરમાં જ તેમના ફ્રેક્ચર થયેલા પગને લગતા ડૉક્ટરની મુલાકાત માટે ૪ દિવસ માટે જેદ્દાહથી ટંકારિયા આવ્યા હતા. તેઓ ‘ધ મસ્જિદ અલ-હરમ એક્સપાન્શન પ્રોજેક્ટ’, જેને ‘કિંગ અબ્દુલ્લા હરમ એક્સપાન્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, મક્કામાં ‘પ્રોજેક્ટ એન્જિનિયર’ તરીકે સેવા આપી રહ્યા છે. આ મેળાવડામાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી અને સીતપોણ ગામમાં એક સમુદાય રાત્રિભોજન પણ યોજાયું હતું.

આજે ૧૦ મુહર્રમુલ હરામ યાને યવમે આશુરા…. આપણા મહાન પયગંબર ના દોહિત્ર હજરત ઈમામહુસેન અને તેમના જાનીસારોએ સત્ય કાજે પોતાની જાન કુરબાન કરી આપી ઇસ્લામને બુલંદી પર પહોંચાડ્યો તેની યાદમાં કસ્બા ટંકારીઆમાં આજે વહેલી સવારે જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહ માં વિશિષ્ટ નવાફીલો અને ઝિક્રનો પ્રોગ્રામ યોજાયો હતો. વિશાળ સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી ફૈઝીયાબ થયા હતા. બાદમાં તમામ શરબતથી તૃપ્ત થયા હતા. આખા ગામમાં ઠેર ઠેર શરબત અને પાણીની સબીલો જોવા મળી હતી. તમામ બિરાદરો શોહદા એ કરબલાની યાદમાં મગ્ન થઇ ગયા હતા.

ટંકારીઆ ગામમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં આવેલી સૌથી જૂની અને જાણીતી શાળાઓ પૈકીની એક શાળા એટલે ટંકારીઆ કુમાર શાળા!!
    આ શાળા ફરીથી ગામ લોકોનું ધ્યાન ખેંચવા માટે સક્ષમ બની છે.ગામના અને વિદેશમાં રહેતા લોકો આ શાળા સાથે ફરી આત્મીયતાના તાંતણે બંધાઈ રહ્યા છે.નવા અધ્યતન મકાનમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવાના નેક આશય સાથે લોક સંપર્ક કર્યો.અલ્લાહના કરમથી ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો.દેશ વિદેશમાં વસતા ગામવાસીઓ તરફથી મળેલ દાનનો ઉપયોગ કરી વોટર ફિલ્ટર પ્લાન્ટ,નાના ભૂલકાઓ માટે બાલવાટિકા રૂમ અને ત્રણ લોબીઓમાં સિલીંગ ફેનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી.

સહકાર આપનાર દાનવીરો

# વોટર ફિલ્ટર પ્લાન્ટ માટે મદદ કરનાર
   ૧) શ્રી ઈનાયતભાઈ ડેલાવાલા (યુ.કે.)
   ૨) શ્રી ડૉ. યુસુફસાહેબ ખોડા (યુ.કે.)
   ૩) શ્રી મુબારકભાઈ ભાણિયા (ભરૂચ)
   ૪) યુ.કે. માં રહેતા અને ગામના  દાનવીરો.

# બાલવાટિકા વર્ગ  માટે મદદ કરનાર
   ૧) શ્રી શફીકભાઈ પટેલ (યુ.કે.)
   ૨) શ્રી મુસ્તાકભાઈ હીરાવાલા (યુ.એસ.એ.)
૩) યુ.કે. માં વસતા ગામવાસીઓ

# સિલિંગ ફેન માટે મદદ કરનાર
   ૧) શ્રી ઐયુબભાઈ મિયાંજી,કેનેડા (10 પંખા)
   ૨) શ્રી અબ્દુલભાઈ કામથી,ભરૂચ (7 પંખા)
   ૩) શ્રી નાશિરભાઈ લોટીયા (3 પંખા)
      સહકાર આપવા બદલ પ્રાથમિક કુમાર શાળા,ટંકારીઆ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે.અલ્લાહ તમામની હરેક દિલી જાઈજ તમન્નાઓ પૂરી કરે..ગામ સતત દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરે અને ગામનું નામ અને સુવાસ ચોમેર ફેલાવે…આમીન

આજ રોજ તા.24/06/2026 ને બુધવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆ શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ કેજી વિભાગના (LKG, UKG, & BALVATKA) અને ધોરણ : ૧ અને ૯ ના બાળકોનો પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ખુબજ ઉત્સાહભેર કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી મૌલાના અબ્દુલરઝ્ઝાક અશરફી સાહેબ ધ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઇશાક પટેલ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને આચાર્યશ્રીએ પ્રવેશ લીધેલ બાળકોને સંન્માનિત કર્યા. ત્યારબાદ શાળાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, યાકુબભાઇ બોડા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. તમામ બાળકોને ફૂલ તથા સ્વીટ આપી શાળામાં આવકારવામાં આવ્યા. શાળાનાં આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

1 2 3 6