એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆમાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન…. ::
આજ રોજ તા.24/06/2026 ને બુધવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆ શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ કેજી વિભાગના (LKG, UKG, & BALVATKA) અને ધોરણ : ૧ અને ૯ ના બાળકોનો પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ખુબજ ઉત્સાહભેર કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી મૌલાના અબ્દુલરઝ્ઝાક અશરફી સાહેબ ધ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઇશાક પટેલ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને આચાર્યશ્રીએ પ્રવેશ લીધેલ બાળકોને સંન્માનિત કર્યા. ત્યારબાદ શાળાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, યાકુબભાઇ બોડા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. તમામ બાળકોને ફૂલ તથા સ્વીટ આપી શાળામાં આવકારવામાં આવ્યા. શાળાનાં આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.


TANKARIA WEATHER