આજે રવિવારના રોજ ટંકારીઆમાં દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં લોકોના એક મહત્વના કામ એસ.આઈ.આર. ના ફોર્મ ભરવા તથા જમા કરાવવાનો પ્રોગ્રામ ગ્રામ પંચાયતના ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જે લોકોને ફોર્મ ભરવાની સમજણ ના પડી હોય, ફોર્મ વિતરણ ના થયા હોય તેવા ભાઈ-બહેનોને ગામના તમામ બી.એલ.ઓ. હાજર રહી ઊંડાણપૂર્વકની સમજણ સાથે ફોર્મ ભરી આપ્યા હતા આ કામમાં ગામના નવયુવાનોએ પણ ખડેપગે હાજર રહી તમામ લોકોને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી આપવામાં મદદ કરી હતી.
ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા તથા ગામના નવયુવાનોએ કુનેહપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

અલહમ્દુલીલ્લાહ આપણા ગામમાં એક નવી પહેલ બ્લડ ડોનેટ ના રૂપ માં શરૂ કરવા જઈ રહ્યા છે
અચાનક કોઈ વ્યક્તિ બીમાર પડે, કોઈ ગંભીર બાબત હોય.કે અકસ્માત સર્જાયો હોય એવા સંજોગોમાં તાત્કાલિક બ્લડ ની જરૂર પડે ત્યારે ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ વાત ને ધ્યાન માં લઇ ને આપણે ટંકારીઆ ગામમાં બ્લડ ડોનેટ ગ્રુપ બનાવવા જઈ રહ્યા છે જેમાં ગામના દરેક મહોલ્લા દીઠ ઓછામાં ઓછા .૧૦ વ્યક્તિ કે તેથી વધુ થાય તો પણ ધણું સારૂ તેવા વ્યક્તિઓ જરૂર છે.
અમને આશા છે આવાં નેક કામમાં કોઈ પાછું નહીં હટે.
આપણું ગામ હર હંમેશ મદદ કે હેલ્પ ની જરૂર હોય ત્યારે આપણું ગામ સૌથી અગ્રેસર હોય છે. બીજા ગામો આપણાં ગામની મિશાલ આપતા હોય છે, તો આ નેક કામમાં પણ તમે સામેલ થઈને ખીદમત નો મોકો આપશો.

તમારું બ્લડ ગ્રુપ ચેક કરવા માટે.નીચે આપેલ સ્થળો નો સંપર્ક કરો જેમાં તમને ફ્રી માં બ્લડ ટેસ્ટ કરી આપવામાં આવશે.

હમણાં કોઈ ને બ્લડ આપવા નુ નથી, ફક્ત બ્લડ ગ્રુપ ચેક કરવાનુ છે જરૂર પડશે ત્યારે તમને બોલાવવામાં આવશે

૧. શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત
મદની શીફાખાના દવાખાના
મદની લેબોરેટરી.
બેન્ક ઓફ બરોડા પાસે
ટંકારીઆ

૨. અંજુમન દવાખાના
જામા મસ્જિદ સામે
મેઇન બજાર. ટંકારીઆ

૩. સરકારી દવાખાના
નાના પાદર. ટંકારીઆ

નોંધ.આ બ્લડ ડોનેટ ફક્ત અને ફક્ત ટંકારીઆ ગામના લોકો માટે જ રહેશે જેની ખાસ નોંઘ લેવી.

નોંધ. બ્લડ ડોનેટરો નાં નામ લીસ્ટ આવી ગયા પછી બ્લડ ની જરૂર હોય ત્યારે કોન્ટેક્ટ કરવા માટે કોન્ટેક્ટ નંબર આપવામાં આવશે.

તારીખ ૧૯/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ શુક્લતીર્થ પ્રાથમિક કુમારશાળામાં અધ્યક્ષ કાસુદરા સાહેબના પ્રમુખ સ્થાને તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. પાંચ વિભાગની કુલ ૭૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ટંકારીઆ કન્યાશાળાની બે કૃતિઓ વિભાગ-૩ અને વિભાગ-૫ માં “લાઈફ સેવર” કૃતિને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ટંકારીઆ કન્યાશાળાના શિક્ષિકા બહેન ડાહ્યા રિઝવાના ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીઓ નામે (૧) મોઅઝઝમ ડાહ્યા (૨) આલિયા કાજિબુ ને વિજયી ઘોષિત કાર્ય હતા.
અલ્લાહ પાક તેમને ઉત્તરો ઉત્તર પ્રગતિના પંથે દોરે એવી દિલી દુઆઓ……