વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત કલસ્ટર કક્ષા કલા ઉત્સવ સ્પર્ધાનું કારેલા પ્રાથમિક શાળામાં ભવ્ય આયોજન….
એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫ – ૨૬ પ્રાથમિક વિભાગના ધોરણ: ૬ થી ૮ ના વિદ્યાર્થીનીઓએ કારેલા પ્રાથમિક શાળામાં વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત કલસ્ટર કક્ષા કલા ઉત્સવ સ્પર્ધાનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં કલા ઉત્સવ સ્પર્ધામાં ૨૦ (વીસ) જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં અત્રેની શાળાની વિદ્યાર્થીનીએ ઓટલાવાલા ફાતેમાએ બાળ કવિ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. અને ચિત્ર સ્પર્ધામાં દીવાન ફાતેમા ચોથા ક્રમાંક મેળવ્યો. તેમજ માધ્યમિક વિભાગ માંથી ધોરણ: ૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓએ એ. એમ. દુકાનવાલા સાર્વજનિક હાઇસ્કૂલ, ઝંઘાર ખાતે યોજાયેલ વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત Q.D.C. કક્ષાના કલા ઉત્સવમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની ઇસપ આફરીન બાળ કવિ સ્પર્ધામાં દ્રિતીય ક્રમાંકે પ્રાપ્ત કર્યો અને જેટ માહીરા ચિત્ર સ્પર્ધામાં ચોથા ક્રમાંકે રહી શાળા તથા ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું. બીજા દિવસે શાળામાં સવારે પ્રાર્થના સંમેલનમાં શાળાના પ્રમુખ શ્રી હાજી ઇશાક મહમદ અશરફીએ અને શાળાના પ્રિન્સીપાલે તેમજ તેમની સાથે જનાર માર્ગદર્શક શિક્ષક મુસ્તાક પટેલ એમ તમામને કલા ઉત્સવ સ્પર્ધાની સફળતા બદલ અભિનંદન આપ્યા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી.

TANKARIA WEATHER

